• Gujarati News
  • બે ભાઇઓના ઝઘડામાં દરમિયાન ગીરી કરવા જતાં બે જૂથ બાખડયા

બે ભાઇઓના ઝઘડામાં દરમિયાન ગીરી કરવા જતાં બે જૂથ બાખડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ બે ભાઇઓના ઝઘડામા દરમિયાનગીરી કરનાર વૃધ્ધને મારમારતા મામલો ગરમાયો
@ લાકડી વડે હુમલો કરી છુટ્ટી ઇટો ફેકતા બનાવ સ્થળે દોડધામ
@ મહેસાણા એ ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોધાયો
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
શહેરની સવિનય સોસાયટીમાં શુક્રવારે સવારે બે ભાઇઓ વચ્ચેના ઝઘડામાં દરમિયાનગીરી કરવાના મુદ્દે બે જુથ આમને સામને આવી ગયા હતા. ધોકા વડે હુમલા બાદ સામસામે ઇંટો ફેંકવાના બનાવને પગલે બનાવ સ્થળે તંગદીલી સર્જા‍ઇ હતી. આ મામલે મહેસાણા એ ડિવિજન પોલીસ મથકમાં બન્ને પક્ષે કુલ ૭ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.
શહેરના વિસનગર લીંક રોડ ઉપર આવેલી સવિનય સોસાયટીમા રહેતા પંજાબી કિશનભાઇ ઓમપ્રકાશ તેમજ તેમનો ભાઇ શુક્રવારે સવારે સોસાયટી વચ્ચે કોઇ અગમ્ય કારણોસર બોલાચાલી કરતા જોઇ અહીથી પસાર થઇ રહેલા કિશોરભાઇ બ્રભટ્ટે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.
જોકે, કિશનને કિશોરભાઇને અપશબ્દો બોલી ગડદાપાટુનો મારમારતા જોઇ અહી દોડી આવેલા તેમના પુત્ર પ્રિયક સહિ‌તે કિશનને મારવા લેતા ગણત્રીના સમયમાં બે જુથ આમને સામને આવી ગયા હતા.જેમા ધોકા સહિ‌તના હથિયારો વડે કરાયેલા હુમલા બાદ બન્ને પક્ષોએ ઇંટોનો મારો ચલાવતા બનાવ સ્થળે હાજર વ્યકિતઓમા દોડધામ મચી જવાપામી હતી.
આ અંગે કિશન પંજાબીએ એ ડિવિજન પોલીસ મથકમાં ધમેન્દ્રજી ઠાકોર,પિન્ટુ બારોટ,ચેનાજી ઠાકોર,કિરણ બારોટ વિરૂધ્ધ ગુનો નોધાવ્યો હતો. જ્યારે બીજીબાજુ પ્રિયક કિશોરભાઇ બ્રભટ્ટે બન્ટી મદનગોપાલ પંજાબી,કિશન ઓમપ્રકાશ પંજાબી,વલપજભાઇ ઓમપ્રકાશ પંજાબી વિરૂધ્ધ ગુનો નોધાવ્યો હતો.