• Gujarati News
  • દર્શન કરવા આવેલી મહિ‌લાનું પડી જવાથી મોત

દર્શન કરવા આવેલી મહિ‌લાનું પડી જવાથી મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા

શહેરના ગણપતિ મંદિરે બુધવારે સવારે દર્શન કરીને પરત ફરી રહેલી મહિ‌લા અચાનક જમીન ઉપર ફસડાઇ પડતાં તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું.

મહેસાણાના ફુવારા રોડ પર આવેલા ગણપતિ મંદિરે બુધવારે સવારે ૯ કલાકે દર્શન કરીને પરત ફરી રહેલાં ચંદ્રીકાબેન ((૪૦)) અગમ્ય કારણોસર જમીન ઉપર ફસડાઇ પડી હતી. અચાનક બનેલા બનાવને પગલે તેમની નજીકમાં હાજર દક્ષાબેન ભરતભાઇ સહિ‌તની મહિ‌લાઓએ અર્ધબેભાન અવસ્થામાં આ મહિ‌લાને તાત્કાલિક સીવીલમાં ખસેડી હતી. જોકે, અહી ટૂંકી સારવાર દરમિયાન મહિ‌લાનું મોત નિપજ્યું હતું. એ ડિવિઝન પોલીસે મરણ જનાર મહિ‌લાની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.