• Gujarati News
  • બીજા રાઉન્ડમાં પણ ભાજપ અને કોંગ્રેસ હિ‌સાબ આપવામાં પાછળ

બીજા રાઉન્ડમાં પણ ભાજપ અને કોંગ્રેસ હિ‌સાબ આપવામાં પાછળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસમાં ખર્ચના હિ‌સાબની પૂર્તતા કરવા ચૂંટણી અધિકારીની તાકીદ
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડી રહેલ બે મોટા રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી ખર્ચ મામલે બીજી વાર નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. બીજા તબક્કાના રજુ કરાયેલા ખર્ચના હિ‌સાબમાં પણ શેડો રજીસ્ટર અને ખર્ચ રજીસ્ટરમાં લાખો રૂપિયાનો તફાવત સામે આવતાં ચૂંટણી અધિકારીએ નોટીસ ફટકારી બે દિવસમાં હિ‌સાબની પૂર્તતા કરવા તાકીદ કરી છે.
ચૂંટણી લડી રહેલા ૧૪ ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં કરાતા ખર્ચ અંગે ગત ૧૭મીએ પ્રથમ હિ‌સાબ રજુ કરાયા હતા. જેમાં ભાજપ કોંગ્રેસ સહિ‌ત કુલ ચાર ઉમેદવારોને ખર્ચના તફાવત તથા બેંક એકાઉન્ટ ન ખોલવા મામલે નોટીસ ફટકારાઇ હતી. ત્યાર બાદ ૨૨મીને મંગળવારે બીજા તબક્કાના ખર્ચના હિ‌સાબો રજુ કરાયા હતા. જેમાં ઉમેદવારો દ્વારા રજુ કરાયેલ ખર્ચના હિ‌સાબોની ખર્ચ નિરીક્ષકો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા ૨૦મી તારીખ સુધી કરાયેલ ખર્ચના હિ‌સાબની ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવારના શેડો રજીસ્ટ્રર મુજબ રૂ.૧૬,૨૭,૮૨પ ખર્ચ થયેલ છે. જેની સામે ઉમેદવાર દ્વારા રજુ કરાયેલ ખર્ચ સામે કુલ રૂ.૧૧,૨૯,૯૩૪નો તફાવત સામે આવ્યો હતો. જ્યારે કોંગ્રેસના ઉમેદવારના શેડો રજીસ્ટ્રર મુજબ કુલ રૂ.૧૦,૮૪,૯પ૪ ખર્ચ થયેલ છે. જેની સામે ચકાસણીમાં કુલ રૂ.૭,૧પ,પ૯૦ તફાવત સામે આવ્યો છે. અગાઉની ચકાસણીમાં પણ આ બંને ઉમેદવારોના ખર્ચમાં તફાવત આવ્યો હતો અને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી.