• Gujarati News
  • હૈદરીચોક વિસ્તારમાંથી વાહનચોર ટોળકીના મુખ્ય સૂત્રધારની ધરપકડ

હૈદરીચોક વિસ્તારમાંથી વાહનચોર ટોળકીના મુખ્ય સૂત્રધારની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણામાંથી સાત એકટીવા અને બાઇકની ચોરી કરનાર ટોળકીના સૂત્રધારની એ ડિવિજન પોલીસે બુધવારે હૈદરીચોકથી ધરપકડ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરી છે.
મહેસાણા એસટી, કો‌ર્ટ, બજાર સહિ‌તના વિસ્તારોમાંથી વાહનચોરીના વધતા બનાવો અટકાવવા પોલીસે કરેલી નાકાબંધી દરમિયાન ગત ૧લી એપ્રિલે મહેસાણા એ ડિવિજન પીઆઇ રાકેશ પટેલે ત્રણ શંકમંદોની પૂછપરછ કરતા તેઓએ છ મહિ‌ના દરમિયાન મહેસાણામાંથી ૭ એકટીવા અને બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્યાર બાદ ચોરીના વાહન ખરીદનાર ૧૨ શખ્સોની પણ ધરપકડ કરી હતી. આ દરમિયાન વાહનચોરી કરતી આ ગેંગનો સૂત્રધાર અરવિંદગીરી પ્રવિણગીરી ઉર્ફે પકો બળદેવગીરી ગોસ્વામી શહેરના હૈદરીચોકમાં આવ્યો હોવાની માહિ‌તીને આધારે પીએસઆઇ કે.એમ ગઢવી સહિ‌તે બુધવારે તેને ઝડપી લીધો હતો.