• Gujarati News
  • રામોસણા ઓવરબ્રિજના છેડે અકસ્માતની સ્પીડ’ વધી!

રામોસણા ઓવરબ્રિજના છેડે અકસ્માતની સ્પીડ’ વધી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
રામોસણા સર્કલે પાટણ રેલવે લાઇન પર બનાવાયેલ ઓવરબ્રીજના છેડે ટ્રાફિક સુરક્ષા અને સલામતીના ઠેકાણા ના હોવાથી અકસ્માતની સ્પીડ’ વધવા પામી છે. પુલ ઉપરથી અહીં ટર્ન લેતા અને પાછળથી આવી રહેલા વાહનો વચ્ચે અહીં છાશવારે અકસ્માત સર્જા‍તાં મોટી દુઘ્ર્‍ાટના થવાની ભીતિ સેવાઇ રહી છે. જેને પગલે અહીં સર્કલ બનાવવા અને સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉઠવા પામી છે.
શહેરના રામોસણા વિસ્તારના રહીશોના માથેથી રસ્તાની સમસ્યા દુર થવાનું નામ લેતી નથી. પાટણ રેલવે લાઇન પર ઓવરબ્રીજ બનતાં બે વર્ષ સુધી ટ્રાફિક સહિ‌તની હાડમારીઓ અનુભવી હતી. ઓવરબ્રીજ થતાં હવે રાહત થશે એવી આશા પ્રબળ બની હતી. ફાટક બંધ કરી દેવાતાં દ્રિ ચક્રીય સહિ‌તના વાહન ચાલકો માટે ઓવરબ્રીજ પરથી જ પસાર થવું ફરજીયાત બન્યું છે. પરંતુ ઓવરબ્રીજ ખુલ્લો મુકાયાના મહિ‌નાઓ બાદ પણ અહીં સર્કલ સહિ‌તની યોગ્ય વ્યવસ્થા ના કરાતાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે. જોકે તંત્રને જાણે કે આ બાબતની કોઇ ગંભીરતા જ નથી એવી રાવ ઉઠવા પામી છે. કોઇ મોટા અકસ્માતની કે પછી કોઇના ચિરાગ બુજાવાની તંત્ર રાહ જોઇ રહ્યું છે કે શું? લોકોમાં આ મુદ્દો અકળાવી રહ્યો છે. બ્રીજની બંને બાજુના સર્વિ‌સ રોડ પણ બિસ્માર હાલતમાં છે. પરંતુ સમારકામ કરાતું નથી.