• Gujarati News
  • ધો.૧૨ના ઇતિહાસ અને તત્વજ્ઞાનના પેપર પણ સહેલાં નીકળતાં

ધો.૧૨ના ઇતિહાસ અને તત્વજ્ઞાનના પેપર પણ સહેલાં નીકળતાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૯૧પ૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, ૨૯૪ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા
આજે ધો.૧૦નું વિજ્ઞાન અને ટેકનોલોજી અને ધો.૧૨માં રસાયણશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ગુરુવારથી શરૂ થયેલી બો‌ર્ડ‌ની પરીક્ષાનો બીજો દિવસ પણ વિદ્યાર્થીઓનો જ રહ્યો હતો. શુક્રવારે લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહના ઇતિહાસ અને તત્વજ્ઞાન વિષયના પ્રશ્નપત્રો પણ એકંદરે સહેલા અને પુસ્તક આધારિત પુછાતાં વિદ્યાર્થીઓ, વાલીઓમાં ખુશાલી પ્રસરી હતી. ગેરરીતિ કે અનિચ્છનિય બનાવ કોઇ નોંધાયો ન હતો.
શહેર સહિ‌ત જિલ્લામાં ગુરુવારથી શરૂ થયેલી ધો.૧૦ અને ૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષામાં બીજા દિવસે પણ ખુશીનો માહોલ રહ્યો હતો. શુક્રવારે ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને રજા હતી તો ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સવારે ઇતિહાસ અને બપોરે તત્વજ્ઞાન વિષયની પરીક્ષા લેવાઇ હતી.
સવારે લેવાયેલ ઇતિહાસની પરીક્ષામાં ૪૯૩ વિદ્યાર્થીઓ બેઠા હતા તો ૮૨ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે બપોરે લેવાયેલ તત્વજ્ઞાનની પરીક્ષા ૮૬૬૬ વિદ્યાર્થીઓએ આપી હતી અને ૨૧૨ ગેરહાજર રહ્યા હતા. જોકે આ બંને પેપરો એકંદરે સહેલા પુછાતાં વિદ્યાર્થીઓ, વાલીઓમાં ખુશાલી પ્રસરી હતી.
પરીક્ષાર્થી નેહા, પૂજા ચૌધરીએ કહ્યું હતું કે, પેપર ઘણા સહેલા હતા. સવાલો પણ સમજાય એવા પુછાયા હતા. જવાબ લખવાની મજા પડી હતી. જ્યારે આ અંગે વિષય શિક્ષક કાંતિભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, તત્વજ્ઞાનનું પેપર બો‌ર્ડ‌ના પરીરૂપ મુજબ અને ઘણું સહેલું પુછાયું છે. સામાન્ય વિદ્યાર્થીઓને પાસ થવામાં તથા હોંશિયાર વિદ્યાર્થીઓને સ્કોર કરાવે એવું છે.