• Gujarati News
  • ફાઇલોનું યોગ્ય વર્ગીકરણ કરવા કર્મચારીઓને ડીડીઓની તાકીદ

ફાઇલોનું યોગ્ય વર્ગીકરણ કરવા કર્મચારીઓને ડીડીઓની તાકીદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં યોગ્ય પધ્ધતિથી ફાઇલોનું વર્ગીકરણ કરાતું ના હોવાનું નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતમાં બહાર આવ્યું હતું. આ ક્ષતિ સામે આવતાં ડીડીઓએ સત્વરે ફાઇલોનું યોગ્ય વર્ગીકરણ કરવા અને કચેરી સ્થળોને સ્વચ્છ રાખવા તાકીદ કરી હતી.
જિલ્લા પંચાયતમાં તાજેતરમાં ચાર્જ સંભાળનાર જિલ્લા વિકાસ અધિકારી ડો.નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલી વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી. ડીડીઓની ઓચિંતી મુલાકાતને પગલે કર્મચારીઓ સ્તબ્ધ બની ગયા હતો. કર્મચારીઓ પાસેથી ડીડીઓએ વિવિધ ટેબલની કામગીરી અંગે માહિ‌તી મેળવી હતી. જેમાં ફાઇલો અસ્તવ્યસ્ત પડેલી હોવાથી તેમજ યોગ્ય રીતે વર્ગીકરણ કરાયું ના હોવાનું બહાર આવતાં કર્મચારીઓને આ અંગે તાકીદ કરી હતી. રજુઆત, અરજી કે અન્ય તમામ પ્રકારના કાગળ,દસ્તાવેજોને યોગ્ય પ્રકારે ફાઇલ કરવા પણ સુચના આપી હતી.