• Gujarati News
  • વાતાવરણ બદલાયું, ગરમીનો પારો ૧ ડિગ્રી નીચે ઉતર્યો

વાતાવરણ બદલાયું, ગરમીનો પારો ૧ ડિગ્રી નીચે ઉતર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
છેલ્લા સાહથી ધીમા પગલે ઉનાળાની શરૂઆત થઇ હતી. પરંતુ બુધવારે સવારથી વાતાવરણમાં એકાએક બદલાવ આવતાં ગરમીનું જોર થોડું ઘટવા પામ્યું છે. સવારથી જ આકાશમાં વાદળો છવાતાં બપોરે પણ ગરમીમાં થોડી રાહત થવા પામી હતી.
ગ્લોબલ વોિમ્ર્‍ાંગની અસર હવે વાતાવરણમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. ચાલુ વર્ષે ગયેલો શિયાળો પણ છેલ્લે છેલ્લે પૂંછડું પછાડો હોય ઠંડીનું જોર વધ્યું હતું. આ સંજોગોમાં ગત સાહથી વાતાવરણમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થઇ હતી. સાહ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે જઇ રહ્યો હતો. આ સંજોગોમાં મંગળવારે મહત્તમ તાપમાન ૩પ ડિગ્રી સે. નોંધાયું હતું. પરંતુ કાશ્મીર સહિ‌ત ઉત્તર ભારતમાં થયેલી હિ‌મ વર્ષાને પગલે ઉત્તર પૂર્વિ‌ય પવનો ફૂંકાતાં ઉંચે જઇ રહેલ ગરમીનો પારો થોડો રોકાયો છે. બુધવારે સવારથી જ આકાશમાં વાદળો છવાયા હતા અને ગરમીથી આંશિક રાહત અનુભવાઇ હતી. મહત્તમ તાપમાન એક ડિગ્રી સે. ઘટીને ૩૪ ડિગ્રી સે. નોંધાયું હતું.