• Gujarati News
  • વિ. પ્રવાહના પરીક્ષા કેન્દ્રો પર વીડિયો રેકોર્ડિંગ કરાશે

વિ. પ્રવાહના પરીક્ષા કેન્દ્રો પર વીડિયો રેકોર્ડિંગ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા

આગામી ગુરૂવારથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષામાં બેસનારા પરીક્ષાર્થીઓને બુટ મોજા ઉતારીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે. સાથોસાથ વિજ્ઞાન પ્રવાહમાં થતી કથિત ગેરરીતિ અટકાવવા માટે આવા પરીક્ષા સ્થળોએ વિડીયો રેકોડ`ગ કરવામાં આવશે.

મહેસાણા શહેર સહિ‌ત જિલ્લામાં વિવિધ ૧૬પ જેટલા સ્થળોએ ૧૩મી માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષાના આયોજન માટે સોમવારે કલેકટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર રાજકુમાર બેનીવાલ, જિલ્લા પોલીસ વડા જે.આર.મોથલીયા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂ સહિ‌ત વિવિધ સંઘના હોદ્દેદારો, શાળા વિકાસ સંકુલના કન્વીનરો સહિ‌ત શ્રેષ્ઠ શિક્ષકો, આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષાના સુચારૂ આયોજન માટે એકશન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ડામવા પર ભાર મુકતાં કલેકટરે તાકીદ કરી હતી કે, તમામ પરીક્ષા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ઉપરાંત સ્કવોડની ટીમો કાર્યરત રહેશે.વિજ્ઞાન પ્રવાહના તમામ પરીક્ષા કેન્દ્રો પર રેકોડ`ગ કરવામાં આવશે જ્યારે પરીક્ષાખંડમાં પરીક્ષાર્થીઓનો ચકાસણીમાં સમય બગડે નહીં એ માટે પરીક્ષા ખંડ બહાર પરીક્ષાર્થીઓને ચકાસીને તેમજ બુટ મોજા બહાર કાઢીને જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ પરીક્ષા દરમિયાન વર્ગ-૪ કર્મચારીઓની અવરજવરને ટાળવા માટે બે પરીક્ષાખંડ વચ્ચે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લામાં નોંધાયેલ પરીક્ષાર્થીઓ અને પરીક્ષા માટે કરાયેલા આયોજન અંગે વિગતો આપી હતી.