• Gujarati News
  • કડીના કણઝરી અને ઝાલોરામાં જુગાર રમતાં ૧૧ શકુનિ ઝડપાયા

કડીના કણઝરી અને ઝાલોરામાં જુગાર રમતાં ૧૧ શકુનિ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કણઝરીમાંથી રોકડ રૂ.૧૬ હજાર તેમજ પાંચ મોબાઇલ અને ઝાલોરામાં સાત મોબાઇલ અને રૂ.પપ૦૦ રોકડ કબજે લેવાઇ
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
કડી તાલુકાના કણઝરી તેમજ ઝાલોરા ગામે જુગારધામ ચાલતુ હોવાની ચોક્કસ માહિ‌તીને આધારે બાવલુ પોલીસે સમયાંતરે બે રેડ કરી રોકડ તેમજ ૧૨ મોબાઇલ મળી રૂ.૩૧,૨૦૦ના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓને ઝડપી લીધા હતા. આ અંગે બાવલુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના ઝાલોરા ગામે ચાલતા જુગારધામ પર બાવલુ પોલીસ મથકના હે.કો. શશીવદન હીરાલાલે રવિવારે સાંજના ૩-૩૦ કલાકે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે કો‌ર્ડ‌ન કરી રોકડ રૂ. પપ૦૦ તેમજ ૭ મોબાઇલ મળી કુલ રૂ. ૧૧હજારની મત્તા સાથે ગોવિંદભાઇ પ્રહલાદભાઇ સેનમા, દેવાજી શકરાજી ઠાકોર, કનાજી લાલાજી ઠાકોર, કાળાજી ભુદરજી ઠાકોર, અશોકજી બાદરજી ઠાકોર, ભરતભાઇ ભીખાભાઇ રાવળ અને મોહનભાઇ કેશાભાઇ રાવળને ઝડપી લીધા હતા.
જ્યારે કણઝરી ગામમાં બહારથી માણસો બોલાવી જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિ‌તીને આધારે બાવલુ પોલીસે અત્રે રવિવારે રેડ કરી હતી. જેમાં રોકડ રૂ.૧૬હજાર, પાંચ મોબાઇલ મળી કુલ રૂ.૨૦,૨૦૦ સાથે વિષ્ણુજી બાદરજી ઠાકોર રહે શેરીસા, આડીશેરી તા. કલોલ, હાંસાજી ભીખાજી ઠાકોર રહે. શિલજ, તા. દસ્કોઇ, ફકીરમહંમદ જાનુમીયાં સિપાઇ રહે. ચાંદરડા, તા. કડી, હજરતભાઇ ઉસ્માનભાઇ કુરેશી રહે.અણદેજ, તા. સાણંદને પકડી લીધા હતા.