• Gujarati News
  • ફૂડપોઈઝનિંગ થતાં ચાર બાળકો સારવાર હેઠળ

ફૂડપોઈઝનિંગ થતાં ચાર બાળકો સારવાર હેઠળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નંદાસણ ગામની નૂરનગર સોસાયટીમાં આવેલી આંગણવાડીમાં બનેલો બનાવ : ગળ્યા પુલ્લા ખાધા બાદ બાળકોમાં ઉલટીની ફરિયાદ ઉઠી હતી
ફુડપોઈઝનીંગનો ભોગ બનેલા બાળકોને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયાં
ભાસ્કરન્યૂઝ.મહેસાણા
નંદાસણ ગામની નૂરનગર સોસાયટીમાં ચાલતી આંગણવાડીમાં શનિવારે ગળ્યા પુલ્લા ખાધા બાદ ચાર બાળકોને ઉલટીની ફરિયાદ ઉઠતાં સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયાં હતાં. નોંધનીય છે કે, આંગણવાડીમાં ૨પ બાળકોએ નાસ્તો કર્યો હતો જે પૈકી ચાર બાળકોને જ ફુડ પોઈઝનીંગની અસર થઇ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
નંદાસણ ગામમાં નૂરનગર સોસાયટીમાં આવેલી આંગણવાડીની તેડાઘર બહેન શનિવારે રાબેતા મુજબ આસપાસના વિસ્તારનાં બાળકોને તેમના ઘરેથી આંગણવાડીમાં લઇ આવી હતી. બપોરે ૧૧-૩૦ કલાકે અહીં હાજર ૨પ બાળકોને ગળ્યા પુલ્લા અને બે વાગ્યે ભાતનો નાસ્તો આપવામાં આવ્યો હતો. જો કે, ગળ્યા પુલ્લા ખાધાના ગણતરીના સમયમાં ચાર બાળકોને ઉલટી શરૂ થતાં તેઓને ઘરે મોકલવામાં આવ્યા હતા. જે દરમિયાન તેઓની હાલત કથળતાં તેમના વાલીઓ આંગણવાડીમાં દોડી ગયા હતા.
ગળ્યા પુલ્લા ખાધા બાદ તેમના બાળકોને ફુડ પોઈઝનીંગ થયું હોવાના વાલીઓના રોષ વચ્ચે ચારે બાળકોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડાયાં હતાં.