તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ખેરવા ગામમાં ઘર આગળ પાર્ક કરેલી ક્વોલિસ ગાડી ચોરાઈ ગઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરવા ગામમાં ઘર આગળ પાર્ક કરેલી ક્વોલિસ ગાડી ચોરાઈ ગઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરવામાં ઘર આગળ પાર્ક કરેલી ક્વોલિસ ગાડી ચોરાઈ
મહેસાણા : તાલુકાના ખેરવા ગામના પરાવાસમાં ઘર આગળ પાર્ક કરેલી ક્વોલિસ ગાડી બુધવારની રાત્રિ દરમિયાન ચોરાઈ જતાં તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકાના ખેરવા ગામના પરાવાસમાં રામજી મંદિર પાસે રહેતા પટેલ ભરતભાઈ ખોડીદાસ તથા તેમના ભત્રિજાનો સંયુક્ત ટયુબવેલ બનાવવાનો વ્યવસાય હોઈ ધંધાના કામકાજ માટે જીજે-૨-આર-૩૨૦૧ નંબરની ક્વોલિસ ગાડી વસાવી હતી. બુધવારે રાત્રે નવેક વાગ્યે આ ગાડી ભરતભાઈએ પોતાના ઘર આગળ પાર્ક કરી હતી. જો કે, ગુરુવારે વહેલી સવારે તેઓ ઊઠયા ત્યારે ગાડી ઘર આગળ ન હોઈ તપાસ હાથ ધરી હતી. પરંતુ ગાડીની ક્યાંય ભાળ ન મળતાં આ બાબતે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો