- Gujarati News
- રાજપુરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનમાંથી ૧૪ હજારની મત્તા ચોરાઈ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજપુરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનમાંથી ૧૪ હજારની મત્તા ચોરાઈ
પુત્રના લગ્ન પ્રસંગ માટે પરિવાર સાથે વતનમાં ગયા હતા અને ઘેર તસ્કરો હાથફેરો કરી ગયા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
કડી તાલુકાના રાજપુર ગામે રહેતા ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનની બારીના સળિયા કાપીને તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા અન્ય સામાન મળીને રૂ.૧૪ હજારની મતા ચોરી જતાં નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના ખંભાત તાલુકાના મીતલી ગામના વતની અને હાલમાં કડી તાલુકાના રાજપુરા ગામ ઊંટવા રોડ પર રહી ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા દરબાર ((વણાર)) રામસંગભાઈ શીવુભા પુત્રના લગ્ન પ્રસંગ માટે પરિવારજનો સાથે ૧૩મી ફેબ્રુઆરીથી વતનમાં ગયા હતા. પ્રસંગ પૂર્ણ કરી બુધવારે વહેલી સવારે પ-૩૦ વાગ્યે તેઓ પરત રાજપુર આવ્યા ત્યારે દરવાજો ખોલતાં જ ઘરવખરી સહિતનો સામાન વેરણ-છેરણ જોઈને ચોંકી ઊઠયા હતા. તપાસ કરતાં બારીના સળિયા તોડીને અંદર પ્રવેશેલા શખ્સો સોના-ચાંદીના દાગીના, ગેસનાં રિફીલ નંગ-૨, તાંબાનું બેડું તેમજ રૂ.૨૦૦૦ની રોકડ રકમ મળીને કુલ રૂ.૧૪ હજારની મતા ચોરી ગયા હોવાનું જણાયું હતું. આ બાબતે રામસંગભાઈએ નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીઆઈ વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે.