તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રામપુરા પાસે વાહનની અડફેટે ખેડૂતનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરા પાસે વાહનની અડફેટે ખેડૂતનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
તાલુકાના રામપુરાના ખેડૂત મંગળવારે રાત્રે કડવાસણથી રામપુરા આવી રહ્યા હતા ત્યારે વાહનચાલકે ટક્કર મારતાં તેમનું મોત નિપજ્યું હતું.
રામપુરા ગામના ચૌધરી નવિનચંદ્ર અંબાલાલના ખેતરમાં રાયડાના ડોકા કાપવાના હોઈ તેઓ મજૂર કરવા માટે મંગળવારે સાંજે કડવાસણ ગયા હતા. રાત્રે સાડા નવેક વાગ્યે તેઓ કડવાસણથી ચાલતા રામપુરા આવી રહ્યા હતા ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બાબતની જાણ થતાં તેમના પિતરાઈ ભાઈ ચૌધરી નરેશભાઈ લવજીભાઈ સહિ‌ત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકની લાશનું મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવાયું હતું. નરેશભાઈએ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો