તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગુણોત્સવમાં આ વખતે જિલ્લા બહારના અધિકારીઓ નહીં આવે!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુણોત્સવમાં આ વખતે જિલ્લા બહારના અધિકારીઓ નહીં આવે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવાના હેતુસર શરૂ કરાયેલ ગુણોત્સવના ચોથો તબક્કો આગામી ૬ઠ્ઠી માર્ચથી શરૂ થશે. જિલ્લામાં બે દિવસ ચાલનારા આ ગુણોત્સવમાં જિલ્લા બહારના કે અન્ય વિભાગના અધિકારીઓને બદલે સ્થાનિક બીઆરસી અને સીઆરસી જ શાળાઓની મુલાકાત લઇ બાળકો અને શાળાઓનું મૂલ્યાંકન કરશે.
વર્ષ ૨૦૦૯થી શરૂ કરાયેલા ગુણોત્સવના અત્યાર સુધી ચાર તબક્કા યોજાયા છે. જેમાં ગત વર્ષે યોજાયેલ ગુણોત્સવમાં શાળાઓ દ્વારા સ્વ મૂલ્યાંકન કરાયું હતું. જે બાદ આગામી માર્ચ મહિ‌ને બાહ્ય મૂલ્યાંકન કરાશે. ૬ઠ્ઠી અને ૭મી માર્ચ દરમિયાન યોજાનારા આ મૂલ્યાંકનમાં જિલ્લાની કુલ પ્રાથમિક શાળાઓમાં પૈકી ૨૦ ટકા શાળાઓનું મૂલ્યાંકન કરાશે. જેમાં ધો.૨થીપના બાળકોનું વાંચન, ગણન અને લેખનની કસોટી લેવાશે. જ્યારે ધો.૬થી૮ના વિદ્યાર્થીઓની તમામ વિષયોને સાંકળી લેતી ૮૦ ગુણની હેતુલક્ષી પ્રકારની કસોટી લેવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો