તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નટરાજ હવેલી : પાયાથી લઇ શિખર સુધી છલકાતી શિવભક્તિ’મહેસાણામાં શિવમંદિર જેવું છે એક ઘરમહેસાણાનો જ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નટરાજ હવેલી : પાયાથી લઇ શિખર સુધી છલકાતી શિવભક્તિ’મહેસાણામાં શિવમંદિર જેવું છે એક ઘરમહેસાણાનો જાની પરિવાર શિવ ભક્તિમાં ગળાડૂબ : નટરાજ હવેલી’ ઘર ઓછું ને શિવ મંદિર વધુ લાગી રહ્યું છેઘરના ડ્રોઇંગ રૂમથી લઇને ટેરેસ સુધી શિવ ભક્તિ છલકાઇ રહી છેઆજે શિવરાત્રિએ અહીં હજાર શિવલીંગની પાર્થિ‌વ પૂજા સાથે રાતે ચાર પ્રહરની પૂજા કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ઘરમાં મંદિર હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ ઘર આખું મંદિર હોય એ નવાઇની વાત છે. જોકે મહેસાણામાં એક અનોખી નટરાજ હવેલી’ આવેલી છે. જ્યાં શિવ સાથે જીવનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે. આ હવેલી આમ તો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલું રહેણાંક ઘર છે. પરંતુ પહેલી નજરે એ ઘર ઓછું ને શિવ મંદિર વધુ લાગી રહ્યું છે. આ હવેલીમાં પાયાથી લઇને શિખર સુધી શિવ ભક્તિ જ છલકાઇ રહી છે.
પ્રકાશભાઇ ગોવિંદભાઇ જાની જ નહીં એમના બે પુત્રો સહિ‌ત સમગ્ર પરિવાર જાણે કે શિવ ભક્તિથી રંગાયો છે. એમના ધંધા વ્યવસાયના નામ પણ શિવ નામ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં ધરમ સિનેમા વિસ્તારમાં ૪૦૦ ચો.વાર જગ્યામાં બનાવેલ નવિન ઘર નટરાજ હવેલી’ તો ઘર ઓછું ને શિવ મંદિર વધુ લાગી રહ્યું છે. શિવ સાથે સંકળાયેલ ઓમ, નંદી, શિવલીંગ, ત્રિશુળ સહિ‌તને અંગોને જાણે કે ઘરમાં જ્યાં જગ્યા મળી ત્યાં સજાવાયા છે. ઘરનો બહારનો દેખાવ તો શિવ મંદિર જેવો છે જ પરંતુ અંદર પણ શિવ ભક્તિ જાણે કે ઉડીને આંખે વળગે એવી છે. ડ્રોઇંગ રૂમથી લઇને ધાબા સુધી બધે જ શિવ...શિવ...છે. ઘરની નાનામાં નાની વસ્તુને પણ શિવ આકાર આપવા પુરો પ્રયાસ કરાયો છે. ઘરને શિવ મંદિર જેવો લુક આપવામાં પરિવારે કોઇ ઉતાવળ ના કરતાં પુરા બે વર્ષ કરતાં વધુ સમય લાગ્યો છે. મહાદેવની ભક્તિમાં ઓતપ્રોત આ પરિવાર દ્વારા શિવરાત્રીને ગુરૂવારે એક હજાર શિવલીંગની પાર્થિ‌વ પૂજા સાથે ચાર પ્રહરની શિવ પૂજાનું પણ આયોજન કરાયું છે.
((વધુ વિગત માટે વાંચો પાન-૮))

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો