તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પુત્રનું દબાણ દૂર નહીં કરતાં લાખવડનાં મહિ‌લા સરપંચને હોદ્દો ગુમાવવો પડયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રનું દબાણ દૂર નહીં કરતાં લાખવડનાં મહિ‌લા સરપંચને હોદ્દો ગુમાવવો પડયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્યો અને ફરજ બજાવવામાં કસુરવાર માની ડીડીઓએ આદેશ કર્યો
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
લાખવડ ગામના મહિ‌લા સરપંચને પોતાના પુત્રનું દબાણ દુર નહીં કરવાના મામલે હોદ્દો ગુમાવવો પડયો છે. પુત્રનું મકાન અને વરંડાનું દબાણ રજીસ્ટરે નોંધી નોટીસ આપી હતી, પરંતુ દબાણ દુર ના કરાતાં આ મામલે સરપંચ સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં છેવટે સરંપચે કાર્યો અને ફરજોમાં કસુર કરી હોવાનું પુરવાર થતાં મંગળવારે ડીડીઓએ મહિ‌લા સરપંચને હોદ્દા પરથી દુર કરતો આદેશ કર્યો છે.
મહેસાણા તાલુકાના લાખવડ ગ્રામ પંચાયતના મહિ‌લા સરપંચ કમળાબેન કચરાભાઇ મકવાણાના પુત્રના મકાન અને વરંડાના દબાણને લઇને વિવાદ ખડો થયો હતો. સરપંચ દ્વારા પુત્રનું દબાઇ દુર કરાતું ના હોવાની રાવ ઉઠતાં રજુઆત થઇ હતી. જે મામલે સરપંચને કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. જેના જવાબમાં સરપંચે કરેલો ખુલાસો તેમજ તાલુકા વિકાસ અધિકારીના તપાસ અહેવાલ સહિ‌તના તથ્યોને ધ્યાને લેતાં જિલ્લા વિકાસ અધિકારી ડો.નરેન્દ્રકુમાર મીનાએ સરપંચના કાર્યો અને ફરજો બજાવવામાં સરપંચ કમળાબેન કસુરવાર હોવાનું માની ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ પ૭((૧))ની જોગવાઇ અન્વયે હોદ્દા પરથી દુર કરતો મંગળવારે આદેશ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો