તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહેસાણા શહેર સહિ‌ત જિલ્લામાંથી વધુ પાંચ બાઈક ચોરાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા શહેર સહિ‌ત જિલ્લામાંથી વધુ પાંચ બાઈક ચોરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : જિલ્લામાં વાહનચોરીના બનાવોને કંન્ટ્રોલ કરવામાં પોલીસ સદંતર નિષ્ફળ નિવડી હોય તેમ મહેસાણા શહેર સહિ‌ત જિલ્લામાંથી વધુ પાંચ બાઈક ચોરીના બનાવો નોંધાયા છે. પાંચોટ ગામના ટેબાવાળા વાસમાં રહેતા પટેલ જીતેન્દ્રકુમાર પ્રવિણભાઈનું જીજે-૨-એએલ-પ૪૨૪ નંબરનું સીબીઝેડ બાઈક તથા તેમના પાડોશી પટેલ ચિરાગકુમાર નટુભાઈનું જીજે-૨-એએમ-૭પ૭૭ નંબરનું સ્પેન્ડર પ્લસ એમ બે બાઈક ગત શુક્રવારની રાત્રે ઘર આગળ પાર્ક કર્યાં હતાં ત્યાંથી ચોરાઈ ગયાં હતાં. જ્યારે ઊંઝાના વિસનગર રોડ પર ભાગ્યલક્ષ્મી સોસા.માં રહેતા પટેલ રમેશભાઈ વિઠ્ઠલદાસનું જીજે-૨-બીબી-૩૬૦પ નંબરનું બાઈક રવિવારે રાત્રે તેમના ઘર આગળથી ચોરાઈ ગયું હતું. તેમજ વિજાપુર ખરોડ ગામના ઠાકોર પ્રકાશજી ધુળાજીનું જીજે-૧૮-ક્યુ-પ૨૪૬ નંબરનું બાઈક તેઓ ૧૪મી ફેબ્રુઆરીએ બપોરે લાડોલ ગામે હરસિદ્ધ માતાજીના દર્શન કરવા ગયા ત્યારે મંદિર બહારથી ચોરાઈ ગયું હતું. ઉપરાંત મહેસાણાની નિલમપાર્ક સોસાયટીમાં રહેતાં ઓઝા ચંદ્રિકાબેન હર્ષદભાઈનું જીજે-૨-એએમ-૭૪૪૩ નંબરનું એક્ટીવા સ્કૂટર ૩ ફેબ્રુઆરીએ હાઈવે પર આવેલા ચાઈના ટાઉન પાર્ટીપ્લોટ નજીકથી ચોરાઈ ગયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો