- Gujarati News
- બોર્ડની પરીક્ષામાં અધિકારીઓને પણ મોબાઇલનો ઉપયોગ કરવા પ્રતિબંધ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોર્ડની પરીક્ષામાં અધિકારીઓને પણ મોબાઇલનો ઉપયોગ કરવા પ્રતિબંધ
બોર્ડ દ્વારા પરીક્ષામાં પ્રથમ વખત અધિકારીઓને પણ મોબાઇલનો ઉપયોગ કરવા પાબંધી ફરમાવી
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
આગામી ૧૩મી માર્ચથી શરૂ થનાર એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ખાસ પગલાં લેવાયા છે. પરીક્ષા કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને પણ પરીક્ષા સ્થળોએ મોબાઇલનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરવામાં આવી છે.
એસ.એસ.સી બોર્ડની પરીક્ષાના આયોજન માટે ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલી બેઠકમાં આ અંગે શિક્ષણ કચેરીના અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી હતી. પરીક્ષા સ્થળોએ અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધની સાથોસાથ ફરજ પરના કર્મચારીઓ, અધિકારીઓને પણ મોબાઇલ ફોન નહીં વાપરવા કહેવાયું છે. પરીક્ષા સ્થળોએ કોઇ પણ અનિચ્છનિય બનાવ બને નહીં અને માહોલ શાંતિપૂર્ણ રહે એ જોવા ખાસ તાકીદ કરવામાં આવી હતી. જ્યારે ઝેરાક્ષ અને ઇન્ટરનેટ જોડાણ બંધ રાખવા તેમજ સીસીટીવી કેમેરા હોય તો એને ચાલુ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ પરીક્ષા સ્થળોએ અવરજવર પુસ્તિકા નિભાવવાની રહેશે. જેમાં પરીક્ષા સ્થળની મુલાકાત લેનાર દરેક કર્મચારી, અધિકારીએ પોતાની નોંધ કરવાની રહેશે.