તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આસોડાની આધેડ મહિ‌લાની હત્યાના કેસમાં બેને આજીવન કેદની સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસોડાની આધેડ મહિ‌લાની હત્યાના કેસમાં બેને આજીવન કેદની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવા બે વર્ષ પૂર્વે દેવડા ગામની સીમમાં લૂંટ ચલાવી મહિ‌લાની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી : અઠવાડિયા બાદ મહિ‌લાની કહોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
વિજાપુર તાલુકાના આસોડા ગામની આધેડ મહિ‌લાની દેવડા ગામની સીમમાં હત્યાની ઘટનામાં ઝડપાયેલા બે આરોપીઓને મંગળવારે મહેસાણા પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ સેસન્સ કો‌ર્ટે કસુરવાર ઠેરવી બંનેને આજીવન કેદની સજા ફરમાવી છે.
આ ચકચારી કિસ્સાની વિગત એવી છે કે, વિજાપુર તાલુકાના આસોડા ગામે પોતાના પુત્ર અશોકભાઈ સાથે રહેતાં રાવળ હતીબેન રવાભાઈ ((ઉં.વ.૪પ)) ૨૬-૧૧-૧૧ની સવારે અમદાવાદ રહેતા પુત્ર નરેશકુમારના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતાં. જો કે, તેણી અમદાવાદ ન પહોંચતાં બંને પુત્રોએ તેણીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન અઠવાડિયા બાદ નજીકના દેવડા ગામની સીમમાં લીંબોડીના ખેતરમાંથી તેણીની કહોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે લાશ હતીબેનની જ હોવાનું ડીએનએ ટેસ્ટમાં ખૂલ્યું હતું. જેને પગલે રાવળ નરેશભાઈ રવાભાઈએ વસાઈ પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો સામે હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન શંકાના આધારે ગામના જ બે શખ્સો ઠાકોર ધર્મેન્દ્રજી રણછોડજી તથા રાવળ વિજયકુમાર પશાભાઈની અટક કર્યા બાદ કડક પૂછપરછ કરતાં તેઓએ હતીબેનની કુહાડી મારીને હત્યા કરી તેમના શરીર પરના દાગીનાની લૂંટ કરી લાશ ફેંકી દીધી હોવાનું ખૂલ્યું હતું.
આ કેસમાં ફરિયાદી તરફે સરકારી વકીલ જે.સી.ગોસ્વામીએ કરેલી દલીલો, ૧૭ સાક્ષીની તપાસ તથા ૩૭ દસ્તાવેજી પુરાવાના આધારે મંગળવારે મહેસાણાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ વી.એસ.દવેએ ઉપરોક્ત બંને આરોપીઓને કસુરવાર ઠેરવી દરેકને આજીવન કેદ સહિ‌તની સજાનો હુકમ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો