તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સિક્યોરિટી ગા‌ર્ડ‌ના ઘર સહિ‌ત ત્રણ બંધ મકાનનાં તાળાં તૂટયાં : ~ ૧.૬૧ લાખની મત્તા ચોરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિક્યોરિટી ગા‌ર્ડ‌ના ઘર સહિ‌ત ત્રણ બંધ મકાનનાં તાળાં તૂટયાં : ~ ૧.૬૧ લાખની મત્તા ચોરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્ય એક ઘરમાંથી રૂ.પ૦૦ની રોકડ તથા બીજા ઘરમાંથી રૂ.૧૦૦૦ના ચાંદીના પાંચ સિક્કા ચોરાયા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણાના ઉચરપી રોડ પર આવેલા ગણેશ હોમ્સમાં સોમવારની રાત્રિએ ત્રાટકેલા તસ્કરો સિક્યોરિટી ગા‌ર્ડ‌ના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને રૂ.૧.૬૧ લાખની મતા ચોરી જતાં ચકચાર પ્રસરી છે. ઉલ્લેખનિય છે કે, આ જ સોસાયટીનાં અન્ય બે મકાનોનાં તાળાં પણ તસ્કરોએ તોડયાં હતાં. પરંતુ તેમાંથી તેમને માત્ર રૂ.૧પ૦૦ની મતા જ હાથ લાગી હતી.
મહેસાણાના ઉચરપી રોડ પર પાર્થ સિટી પાછળ નવા બનેલા ગણેશ હોમ્સમાં રહેતા ગોસ્વામી જગદીશપુરી લાધુપુરી મોઢેરા ચોકડી પાસે જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગા‌ર્ડ‌ તરીકે નોકરી કરે છે. તેમના સાળાનાં લગ્ન હોઈ સોમવારે સાંજે નોકરીએથી ઘરે આવ્યા બાદ પોણા નવેક વાગ્યે તેઓ પરિવાર સાથે પોતાના સસરાના ઘરે તાવડીયા રોડ પર આવેલી રૂદ્ર સોસાયટીમાં ગયા હતા. મંગળવારે સવારે સાડા સાતેક વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં લટકતું જોઈને ચોંકી ઊઠયા હતા. ઘરમાં જઈને તપાસ કરતાં તિજોરીઓ તેમજ તેનાં લોકર વગેરે તૂટેલાં હતાં અને સામાન વેરણ-છેરણ પડયો હતો અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને રૂ.૧.૬૧ લાખની મતા ચોરાઈ હોવાનું જણાયું હતું. આ બાબતે તેમણે પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસના પીએસઆઈ આર.જી.રાણા સહિ‌ત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગસ્ક્વો‌ર્ડ‌ તથા એફએસએલની મદદથી ચોરોનું પગેરું મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો