• Gujarati News
  • રતનપુરા ગામ પાસે બાઇકની અડફેટે આવતાં રાહદારીનું મોત

રતનપુરા ગામ પાસે બાઇકની અડફેટે આવતાં રાહદારીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. મહેસાણા
દેત્રોજ પાસે અને કટોસણરોડ પાસે અકસ્માતના બે બનાવમાં બે વ્યકિતઓના મોત નિપજયાં હતા દેત્રોજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દેત્રોજ પાસેના રતનપુર ગામ પાસે બાઇકની હડફેટે આવી જતાં રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મોત થયું હતું. દેત્રોજ ગામના મોટાવાસમાં રહેતા ભીખાજી રૂપાજી ઠાકોર ((ઉ.વ.પ૦)) દેત્રોજથી રતનપુર માર્ગ પર સબંધીને ત્યાં સામાજિક કાર્ય અર્થે જઇ રહ્યા હતા, ત્યારે બાઇકની હડફેટે આવી જતા માથા તથા શરીરના ભાગે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી આથી સારવાર માટે તેમને મહેસાણાની હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. આ બનાવ અંગે મનુજી કુંવરજી ઠાકોરે ચાલક સંજયભાઇ રણછોડભાઇ વાળંદ રહે. વઘાડા સામે ફરીયાદ નોંધાવી છે.
જયારે અન્ય બનાવમાં કટોસણ રોડ પાસે આવેલા રેલવે લાઇન ઉપર ટ્રેનની નીચે આવી જતાં વિક્રમજી રાજાજી ઠાકોર રહે. બાલસાસણનું મોત થતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.