• Gujarati News
  • શહેરના રસ્તા બજારમાં દિવાળી બાદ પણ દિવાળી!ગોપીનાળા બહાર ભરાતા રવિવારી બજારમાં ભારે ભીડ દેખાઇગ

શહેરના રસ્તા બજારમાં દિવાળી બાદ પણ દિવાળી!ગોપીનાળા બહાર ભરાતા રવિવારી બજારમાં ભારે ભીડ દેખાઇગોપીનાળા બહાર રવિવારી બજારમાં ભારે ભીડ દેખાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રસ્તા બજારમાં દિવાળી બાદ પણ દિવાળી
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
દિવાળીના મીની વેકેશન બાદ શનિવારથી બજાર ખુલવા પામ્યા છે તો બીજી તરફ શહેરના ગોપીનાળા બજાર ભરાતા રસ્તા બજારમાં દિવાળી બાદ પણ દિવાળી જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. રવિવારે સવારથી બપોર સુધી અહીં ગ્રાહકોની ભારે ભીડ જામી હતી.
શહેરમાં ગુમાસ્તાધારાને લીધે રવિવારે બજારની દુકાનો બંધ રહે છે તો બીજી તરફ રવિવારે ગોપીનાળા બહાર ગાંધી શોપિંગ સેન્ટરની લાઇનમાં દુકાનો આગળ રસ્તા બજારમાં ભરાય છે. દિવાળીના તહેવારને લીધે સાત દિવસ બાદ શનિવારે દુકાનો ખુલી હતી પરંતુ રવિવારે રજા આવતાં સોમવારથી બજાર પૂર્વવત બને એમ છે. આ સંજોગોમાં રવિવારે રસ્તા બજારમાં દિવાળી બાદ પણ દિવાળી જેવી જ તેજી જોવા મળી હતી. નાના બાળકોના કપડાથી લઇને ઘર વખરીની વસ્તુઓ, પ્લાસ્ટિકની વિવિધ ચીજ વસ્તુઓ સહિ‌તની નાના મોટી વસ્તુઓની હાટડીઓ જામે છે. રવિવારે અહીં ખરીદી માટે સવારથી લઇને બપોર સુધી અહીં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.