• Gujarati News
  • જૂની અદાવતમાં હોટલના માલિક પર ચપ્પા અને લોખંડની પાઈપથી હુમલો

જૂની અદાવતમાં હોટલના માલિક પર ચપ્પા અને લોખંડની પાઈપથી હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@મહેસાણામાં આવેલી હોટલ બંધ કરી ઘરે જઈ રહેલા યુવાન પર હુમલાથી ચકચાર
@બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણા હાઈવે પર આવેલી હોટલમાં ૨પ દિવસ પહેલાં બિલ બાબતે થયેલી તકરારની અદાવત રાખી બે શખ્સોએ ગુરુવારે રાત્રે હોટલ માલિક ઉપર લાખવડ ગામના ગેટ નજીક લોખંડની પાઈપ અને ચપ્પાથી હુમલો કરી ઈજા પહોંચાડતાં ચકચાર પ્રસરી છે.
નેપાળના દોધારા જિલ્લાના વતની અને છેલ્લા પાંચ વર્ષથી મહેસાણા તાલુકાના લાખવડ ગામે રહેતા શેરબહાદુર વક્તાબહાદુર ગુરખા ((૩૦)) હાઈવે પર શિલ્પા ગેરેજની બાજુમાં જય અંબે ફાસ્ટફૂડ નામની હોટલ ચલાવે છે. ગુરુવારે રાત્રે ૧૧-૩૦ વાગ્યે તેઓ પોતાની હોટલ બંધ કરીને જીજે-૨- બીબી-૭૨૮૦ નંબરનું બાઈક લઈ ઘરે જવા નીકળ્યા હતા. બારેક વાગ્યે તેઓ લાખવડ ગામના મેઈન ગેટ નજીક પહોંચ્યા હતા ત્યારે અહીં કાળા રંગનું પલ્સર બાઈક લઈને ઊભેલા મહેસાણાની અમનપાર્ક સોસાયટીમાં રહેતો જાવેદખાન અકબરખાન પઠાણ તથા તેની સાથે આવેલા એક અજાણ્યા શખ્સે તેમને રોક્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને લોખંડની પાઈપ બાવડા ઉપર મારતાં શેરબહાદુર બાઈક પરથી નીચે પડી ગયા હતા. આ શખ્સોએ તેમને ગડદાપાટુનો માર મારી ચપ્પાથી જમણા ખભા ઉપર ઇજા પહોંચાડી હતી. નજીકથી અન્ય લોકો આવી જતાં આ બંને શખ્સો પલ્સર બાઈક લઈને નાસી છૂટયા હતા અને ઈજાગ્રસ્ત શેરબહાદુરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઉલ્લેખનિય છે કે, ૨પ દિવસ પહેલાં અહીં જાવેદ તથા તેના માણસો શેરબહાદુરની હોટલમાં નાસ્તો કર્યા બાદ બિલના પૈસા ન આપી દાદાગીરી કરી ઝઘડો કર્યો હતો. આ બાબતની અદાવત રાખીને હુમલો કર્યો હોવાની ફરિયાદ શેરબહાદુરે બંને શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાવી છે.