તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શુભેચ્છાની આપ લે સાથે નૂતન વર્ષનાં વધામણાં કરાયાં

શુભેચ્છાની આપ-લે સાથે નૂતન વર્ષનાં વધામણાં કરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર સહિ‌ત જિલ્લાભરમાં દિવાળી પર્વની રંગેચંગે ઊજવણી કરાઇ
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
હિ‌ન્દુ ધર્મના સૌથી મોટા અને વિશેષ મહત્વ ધરાવતા દિવાળી પર્વની શહેર સહિ‌ત જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરાઇ હતી. સોમવારથી પ્રારંભ થયેલા વિક્રમ સંવત ૨૦૭૦ના હર્ષભેર વધામણા કરાયા હતા. નવા વર્ષના પ્રારંભે સોમવારે વહેલી પરોઢથી જ શેરી, મહોલ્લા, નગરમાં રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો. વહેલી સવારે ઉઠી લોકો દર્શનાર્થે દેવ મંદિરોમાં ઊમટયા હતા. દેવ મંદિરોમાં છપ્પનભોગના અન્નકૂટ ભરાતાં રોશની વચ્ચે દેવમંદિરો પણ મનમોહક લાગતા હતા. તો બીજી તરફ અબાલ વૃધ્ધ સૌએ એકબીજાને આવનાર નવું વર્ષ સુખમય અને ઉજ્જવળ બની રહે એવી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મંગળવારે ભાઇઓએ બહેનના ઘરે જઇ ભાઇબીજની ઊજવણી કરી હતી.
જ્યારે ત્રણ દિવસની રજાઓ બાદ બુધવારે સરકારી કચેરીઓ તથા અન્ય ખાનગી કચેરીઓ ખુલી હતી. પરંતુ બજારો સુમસામ જણાયા હતા. શહેરના માલ ગોડાઉન સહિ‌ત અન્ય વેપારી સંકુલોના વેપારીઓ પાંચ દિવસનું વેકેશન રાખે છે. આ વર્ષે લાભ પાંચમે પેઢી, દુકાનો ખોલવાના શુભ મુહૂર્ત ના હોવાથી બે દિવસ મોડા સાતમના દિવસથી બજાર પૂર્વવત થશે.