તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિજાપુર માર્કેટયા‌ર્ડ‌માં વેપારીના હાથમાંથી ~૨પ હજારની રોકડ લૂંટી બે શખ્સ ફરાર

વિજાપુર માર્કેટયા‌ર્ડ‌માં વેપારીના હાથમાંથી ~૨પ હજારની રોકડ લૂંટી બે શખ્સ ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોકડ ભરેલો થેલો ઝૂંટવી બે બાઇકસવાર છૂ થઇ ગ્યા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
વિજાપુર માર્કેટયા‌ર્ડ‌માં શુક્રવારે બપોરે બેન્કમાં નાણાં ભરી દુકાન તરફ જઇ રહેલા વેપારીના હાથમાં રહેલો રૂ.૨પ હજાર રોકડ ભરેલો થેલો ઝુંટવી બાઇક પર આવેલા બે શખ્સો ફરાર થઇ જવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ બાબતે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વિજાપુર તાલુકાના કમાલપુર ગામના રામાભાઇ મણીલાલ પટેલ વિજાપુર માર્કેટયા‌ર્ડ‌માં પેઢી ધરાવે છે. શુક્રવારે બપોરે તેઓ પોતાની પેઢી પર આવ્યા હતા અને કમિશન પેટે મળેલા રૂ. ૪૦ હજાર પૈકી રૂ.૧પ હજાર તેઓ માર્કેટયા‌ર્ડ‌માં જ આવેલી કુકરવાડા બેન્કમાં જમા કરાવવા ગયા હતા. અહીં રકમ જમા કરાવીને બપોરે ૨-૪પ કલાકે પેઢી તરફ ચાલતા જઇ રહ્યા હતા, તે સમયે પાછળથી પૂરઝડપે બાઇક પર આવેલા બે શખ્સો પૈકીના એકે વેપારી પાસે રહેલો રોકડ ભરેલો થેલો ઝુંટવી ભાગી ગયા હતા.
અચાનક બનેલા આ બનાવને પગલે ડઘાઇ ગયેલા રામાભાઇ પટેલે બૂમરાડ મચાવી મુકી હતી. જોકે, દિવાળી નિમિતે માર્કેટયા‌ર્ડ‌ બંધ હોવાના કારણે લોકોની અવરજવર નહીં હોવાના કારણે લુટારુઓ ભાગી જવામાં સફળ થયા હતા. આ ઘટના અંગે રામાભાઇએ વિજાપુર પોલીસ મથકમાં રૂ.૨પ હજારની લૂંટ અંગે ફરિયાદ નોંધાવતાં ઘટના સ્થળે દોડી આવેલા પીએસઆઇ ટી.એલ.વાઘેલાએ તપાસ હાથ ધરી હતી.