તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અબાસણામાં તસ્કરો ૩૬,૪૦૦ની રોકડ અને કરિયાણું ચોરી ગયા

અબાસણામાં તસ્કરો ૩૬,૪૦૦ની રોકડ અને કરિયાણું ચોરી ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@દુકાનનો નકૂચો તોડી અંદર ઘૂસી ગયા હતા
@ગામના જ શખ્સ સામે શંકા વ્યકત કરતી ફરિયાદ
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
વિજાપુર તાલુકાના અબાસણા ગામે કરિયાણાની દુકાનને નિશાન બનાવનારા તસ્કરો રોકડ તેમજ કરિયાણાની ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૩૬,૪૦૦ની માલમત્તા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે વિજાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
અબાસણા ગામે રહેતા અરવિંદભાઇ લલ્લુભાઇ પટેલની કરિયાણાની દુકાન ગામમાં આવેલી છે. શુક્રવારે રાત્રે તસ્કરો કરિયાણાની આ દુકાનના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ્યા હતા અને ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત કરી મૂકી હતી. તસ્કરો અહીંથી રોકડ રૂ.૩૨હજાર તેમજ કરિયાણાની ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૩૬,૪૦૦ની માલમત્તા ચોરી કરી ભાગી ગયા હતા. વહેલી સવારે દુકાન ખોલવા આવેલા અરવિંદભાઇ પટેલ દુકાનનો નકૂચો તૂટેલો જોઇ ચોંકી ગયા હતા અને આ અંગે તાત્કાલિક વિજાપુર પોલીસ મથકમાં જાણ કરી હતી. આથી ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ડોગ સ્કવો‌ર્ડ‌ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. દુકાનદાર અરવિંદભાઇ પટેલે ચોરીના ગુનામાં ગામનો બલાજી ઉર્ફે સમીર સોહનજી ઠાકોર સંડોવાયો હોવાની આશંકા વ્યકત કરતી ફરિયાદ આપતાં પીએસઆઇ જે.એમ. ખાંટે વધુ તપાસ હાથ ધરી છે.