તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રેડીમેડ કપડાંના બજારમાં દિવાળીના માહોલમાં વર્ષના ૪૦ ટકા જેટલો વેપાર

રેડીમેડ કપડાંના બજારમાં દિવાળીના માહોલમાં વર્ષના ૪૦ ટકા જેટલો વેપાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળી નિમિત્તે નવાં કપડાં ખરીદવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં ખરીદીનો માહોલ ખુલ્યો છે ત્યારે શહેરના રેડીમેડ બજારમાં પણ ખરીદારોની ભીડ જામી છે. વાર્ષિ‌ક વેપારના ૩પ થી ૪૦ ટકા જેટલો વેપાર દિવાળીના એક મહિ‌નામાં થાય છે. દિવાળીના પર્વ નિમિત્તે નવાં કપડાં સહિ‌તની ખરીદીની પરંપરા આજે પણ મોટાભાગે જળવાઈ રહી છે અને દિવાળી બાદ લગ્નની સિઝન આવતી હોઈ તેને લઈને પણ દિવાળી પૂર્વે બજારમાં ખરીદીનો માહોલ જામે છે.
મહેસાણા શહેરમાં પણ નવરાત્રિના સમયે તેમજ દિવાળીના પર્વ પૂર્વે બજારો ઉભરાઈ રહ્યાં છે ત્યારે રેડીમેડ કપડાંના બજારમાં પણ ભીડ જામી છે. રેડીમેડ કપડાંમાં ૩૦ ટકા જેટલો ભાવવધારો રેડીમેડ એસોસિયેશનના પ્રમુખ ગણપતલાલ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે કોટન, લેબર, સિલાઈ, ટ્રાન્સપો‌ર્ટ મોઘું થયું હોઈ જેની અસરતળે રેડીમેડ કપડાંના ભાવમાં પણ ૩૦ ટકા જેટલો વધારો થયો છે. લગ્નની સિઝન અને દિવાળીના પર્વ નિમિત્તે વધુ ખરીદી થતી હોય છે. વાર્ષિ‌ક વેપારના ૩પથી ૪૦ ટકા વેપાર દિવાળીના આ એક મહિ‌નામાં થતો હોય છે. શહેરમાં દૈનિક રૂ.૩થી ૪ કરોડનાં કપડાંનું ટર્નઓવર શહેરમાં શો-રૂમ તથા નાની-મોટી આશરે ૨૦૦ જેટલી દુકાનોમાં રેડીમેડ કપડાંનો વેપાર થાય છે. હાલમાં દિવાળીની ઘરાકી ખુલી છે ત્યારે દિવાળીના આગળના આ તેજીના સમયમાં શહેરમાં દૈનિક રૂ.૩થી ૪ કરોડનું ટર્નઓવર રેડીમેડ માર્કેટમાં થતું હોવાનો અંદાજ છે.