તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દિલીપભાઇ ઠાકોરના સમાવેશ સાથે મોદી મંત્રીમંડળમાં ઉ.ગુ.નો દબદબો

દિલીપભાઇ ઠાકોરના સમાવેશ સાથે મોદી મંત્રીમંડળમાં ઉ.ગુ.નો દબદબો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માના ધારાસભ્યને પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગ સોંપાયો
શપથવિધિ સમારોહમાં વિસ્તારમાં અનેક ભાજપી કાર્યકરોએ જોડાયા
ભાસ્કર ન્યૂઝ.પાટણ, સમી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે કરાયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા દિલીપભાઇ વીરાજી ઠાકોરનો સમાવેશ કરી પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, છાપકામ અને લેખન સામગ્રી વિભાગ સોંપાયો છે. બાકી રહી ગયેલા પાટણ જિલ્લાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળતાં પક્ષના કાર્યકરોએ ફટાકડા ફોડી આજે જ દિવાળી ઉજવી હતી. આ સાથે હવે મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતનો દબદબો વધ્યો છે.
સમી- હારિજ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય દિલીપભાઇ ઠાકોરના પિતા સ્વ. વિરાજી ઠાકોર જનસંઘના સમયથી સતત ચૂંટાઇ આવતા હતા. તેમના નિધન બાદ દિલીપભાઇએ ભાજપનો ગઢ સાચવી રાખ્યો છે. અગાઉ નરેન્દ્ર મોદીની ટીમમાં પણ સ્થાન મેળવી ચૂક્યા છે. ત્યારબાદ એક ટર્મ વિધાનસભામાં પક્ષ દ્વારા ટિકિટ નહીં મળતાં કડવો ઘૂંટડો પણ પીવો પડયો હતો પણ તેમની કાર્યશૈલી અને પક્ષ પ્રત્યેની વફાદારીને લીધે ફરીથી ભાજપે ર૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ચાણસ્મા બેઠકની ટિકિટ આપતાં જ્વલંત વિજય મેળવ્યો હતો.
દશ મહિ‌નાના સમયગાળા બાદ શુક્રવારે મંત્રીમંડળના વિસ્તરણમાં ફરીથી તેમને મંત્રીમંડળમાં સ્થાન મળતાં આ વિસ્તારના કાર્યકરોમાં આનંદ ઉત્સાહ વ્યાપી ગયો હતો અને ૩૦થી ૪૦ ફોર વ્હીલરના કાફલા સાથે કાર્યકરો શપથવિધિમાં હાજર રહ્યા હતા. મંત્રી તરીકે શપથ લીધા બાદ કાર્યકરોએ ફૂલહાર સાથે અભિનંદનની વર્ષા કરી હતી.