તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહેસાણાના માનવઆશ્રમ વિસ્તારમાં કોટેશ્વરનગરમાંથી કુટણખાનું ઝડપાયું

મહેસાણાના માનવઆશ્રમ વિસ્તારમાં કોટેશ્વરનગરમાંથી કુટણખાનું ઝડપાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ કરી
ડમી ગ્રાહક મોકલીને બે રૂપલલના અને દેહવિક્રય કરાવતા દંપતીને પકડી લીધા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
શહેરના માનવઆશ્રમ વિસ્તારમાં આવેલા કોટેશ્વરનગરના એક મકાનમાં પ્રજાપતિ દંપતી દ્વારા કુટણખાનું ચલાવાતું હોવાની ચોક્કસ માહિ‌તીને આધારે એ ડિવિજન પોલીસે શુક્રવારે બપોરે ડમી ગ્રાહક મોકલી ઓચિંતી રેડ કરી હતી. જેમાં બે રૂપલલના મળી આવતાં પોલીસે દેહવિક્રય કરાવતા દંપતી સહિ‌ત ચાર જણાને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના માનવઆશ્રમ વિસ્તારમાં આવેલા કોટેશ્વરનગરમાં રહેતા નારાયણ ભગવાનભાઇ પ્રજાપતિ અને તેમની પત્ની પાલીબેન બહારથી રૂપલલનાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો કરાવતી હોવાની બાતમીને આધારે એ ડિવિજન પીએસઆઇ જી.કે.બારોટ, પોકો. સુરેશભાઇ મકવાણા, શૈલેશ રબારી, બળદેવભાઇ લિમ્બાચીયા, સંદિપભાઇ, ગોવિંદભાઇ વગેરેએ શુક્રવારે બપોરે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી. પોલીસને ઘરમાં પ્રવેશતાં જોઇ હાજર વ્યકિતઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પોલીસે મકાનમાં હાથ ધરેલી તપાસ દરમિયાન અહીંથી બે રૂપલલના અને બે શખ્સો મળી આવ્યા હતા. આ સંદર્ભે પોલીસે કુટણખાનું ચલાવતા નારાયણ પ્રજાપતિ, પાલીબેન પ્રજાપતિ, આશાબેન ((આયેશા)) અરવિંદભાઇ સોલંકી ((રહે. જૂનાવાડજ, અમદાવાદ)) અને પારૂલ ઉર્ફે સપનાબેન સલીમભાઇ ((રહે.પ‌શ્ચિ‌મ બંગાળ))ને ઝડપી લીધા હતા.