તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રેતી ભરેલ ટ્રક રિવ‌ર્સ કરાવતો કંડકટર ટાયર નીચે ચગદાયો

રેતી ભરેલ ટ્રક રિવ‌ર્સ કરાવતો કંડકટર ટાયર નીચે ચગદાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર તાલુકાના સંઘપુર ગામે બનેલી ઘટના
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
વિજાપુર તાલુકાના સંઘપુર ગામે સાબરમતી નદીમાં રિવ‌ર્સ કરતી વખતે ટ્રકનો કંડકટર ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જેમાં તેનું માથું છુંદાઇ જતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના અંગે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
સંઘપુર ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાંથી ગુરૂવારે વહેલી સવારે જીજે ૧૮ એવી ૩૦૭૪ નંબરની ટ્રકમાં રેતી ભરવાની કામગીરી શરૂ થઇ હતી. રેતી ભરેલી ટ્રકને કંડકટર રિવ‌ર્સ લેવડાવી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રકચાલકે બેફિકરાઇ ભરી રીતે હંકારતા અકસ્માત સર્જા‍યો હતો. ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતાં કંડકટર મહેન્દ્રભાઇનું માથું કચડાઇ જતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ટી.એલ. વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.