નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રવિવારે લોકાર્પણ

નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રવિવારે લોકાર્પણ

ભાસ્કર ન્યૂઝ. જામનગર | Updated - Aug 31, 2013, 03:02 AM
નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રવિવારે લોકાર્પણ
નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૧લી સપ્ટેમ્બરે લોકાપર્ણ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ હાજર રહેશે.
૧૫ ઓગષ્ટથી જામનગર જિલ્લામાંથી ૪ તાલુકા અલગ કરી નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરવામાં આવી છે. આ નવચરિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકાપર્ણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી તા.૧લી સપ્ટેમ્બરના રોજ સવારે ૯ કલાકે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાિળયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ અને સહાર તેમજ જિલ્લા પ્રભારી મંત્રી બાબુભાઇ બોખીરિયા, શિક્ષણ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિમૉણ રાજ્યમંત્રી જયંતભિાઇ કવાડિયા ખાસ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત ધારાસભ્ય પુનમબેન માડમ, પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ ડો. પી.બી.વસોયા, પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા, નવરચિત જિલ્લાના નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો સહિત મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે વિવિધ સમાજ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ અને ઉદ્યોગો દ્વારા અભિવાદન કરવામાં આવશે. નવરચિત જિલ્લાના કલેકટર ડી.પી. જોશી સાથે જિલ્લા કલેકટર નલીન ઉપાધ્યાય, અધિક કલેકટર દિનેશ મોદી, ખંભાિળયા પ્રાંત અધિકારી ગાૈરવ દહિયા, તાલીમાર્થી આઇએએસ અરોરા, ખંભાિળયા મામલતદાર રાવલ સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા કાર્યક્રમની અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકાપર્ણ કાર્યક્રમના સુદ્રઢ આયોજન માટે સ્વાગત સમિતિ, મંડપ સમિતિ, વાહન વ્યવહાર , ટ્રાફિક નિયમન, આરોગ્ય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ સહિત ૧૬ જેટલી સમિતિઓ કાર્યરત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લાના લોકોને સહભાગી થવા કલેકટરે અનુરોધ કર્યો છે.

X
નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રવિવારે લોકાર્પણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App