તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિદ્ધપુરના સમોડામાંથી ૧૮ હજારની ચોરી

સિદ્ધપુરના સમોડામાંથી ૧૮ હજારની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સિદ્ધપુર
સિદ્ધપુરના સમોડા ગામે બુધવારે રાત્રિના અંધકારનો લાભ લઇને તસ્કરોએ તાંબાપિતળના વાસણો મળી કુલ રૂ.૧૮૦૦૦ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
મૂળ સમોડા ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી સિદ્ધપુર સન્યાસ એસ્ટેટમાં આવેલા સનપાર્ક બંગ્લોઝમાં મકાન નં.૪૦૬માં રહેતા શદરૂભાઇ મહંમદભાઇ ઢુકા ખેતીનો વ્યવસાય કરે છે. તેમના સમોડા ખાતેના બંધ મકાનને બુધવારની રાત્રિએ તસ્કરોએ નશિાન બનાવ્યું હતું. જે બંધ મકાનના દરવાજાનું તાળુ તોડીને તેમાંથી તાંબા પિતળના વાસણો રૂ. ૨૦૦૦, ગવારની ત્રણ બોરી કિંમત રૂ.૧૬૦૦૦ મળી કુલ રૂ.૧૮ હજારની ચોરી કરીને તસ્કરો પલાયન થઇ ગયા હતા.
જે અંગે આસપાસના પડોશીઓને શદરૂભાઇને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની તપાસ પીએસઆઇ જી.આર.વાઘેલા કરી રહ્યા છે.
વીર મેઘમાયા મંદિરની ઓરડીનું તાળુ તોડી તસ્કરોનો ચોરીનો પ્રયાસ
પાટણ : પાટણ શહેરમાં સહસ્ત્રલિંગ તળાવ પાસે માયા ટેકરી પર આવેલા વીર મેઘમાયા મંદિર પર રાત્રિના સમયે કોઇ તસ્કરોએ મંદિરના રસોડાનો સામાન મૂકવાની ઓરડીનું તાળુ તોડયું હતું જ્યારે પુજારીની ઓરડીનું પણ તસ્કરોએ તાળુ તોડયું હતું અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રૂમના દરવાજાનો નકૂચો ફીટ થઇ ગયો હોવાથી તેઓ ઓરડીમાં ઘૂસી શકયા ન હતા જોકે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
જમણપુર-ગોવનાનું સિંચાઇ તળાવ ભરાતા ંગ્રામજનોએ વધાવ્યું
સમી & હારજિ તાલુકાના જમણપુર-ગોવનાનું સિંચાઇ તળાવ ૧૯૭૭ની અતિવૃિષ્ટમાં તૂટયા બાદ સરકાર દ્વારા રિનોવેશન કર્યું હોઇ ચાલુ વરસાદે છલોછલ ભરાતા ગ્રામજનો દ્વારા તળાવને શ્રીફળ, અબિલ-ગુલાલથી વાજતે-ગાજતે વધાવવામાં આવ્યું હતું. શુક્રવારના રોજ જમણપુર ગોવના તળાવને સમસ્ત જમણપુર ગ્રામજનો દ્વારા વાજતે-ગાજતે વધાવ્યું હતું. ૧૯૭૭માં અતિવૃિષ્ટમાં ખાળ અને છલતી તૂટી ગઇ હોવાથી ગુજરાત સરકાર દ્વારા રૂ.૩.૩૦ કરોડના ખર્ચે નવિન પાળી છલતીઓ બંધાવવામાં આવી છે. જેના કારણે વરસાદ સારા પ્રમાણમાં થઇ જતા ઉપરવાસના પાણી આવતા તળાવ છલોછલ થઇ જવા પામ્યું છે. ૩૬ વર્ષ પછી તળાવના પાણી જોઇ બંને ગામના લોકો ખુશ થઇ જવા પામ્યા છે જમણપુર ગામના ગ્રામજનો સરપંચ વજેસંગ વાઘેલા, ઉપસરપંચ કડવીબેન ઠાકોર, સેંધાજી ઠાકોર સહિત લોકોએ ગામતળાવને અબિલ-ગુલાલ-શ્રીફળ સાથે વધાવ્યું હતું. તસ્વીર : જીતુ સાધુ
સમી તા. પં.ના નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભ
શંખેશ્ર્વર& સમી તાલુકા પંચાયતમાં ફરજ બજાવી વય નિવૃત્ત થતાં કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બોલેરા ગામે તલાટી-કમ-મંત્રી ભાનુપ્રસાદ જે. વણકર, સર્કલ ઇન્સ્પેકટર મનુભાઇ ચૌહાણ અને ચોકીદાર ડાહ્યાભાઇ નાયીનો વિદાય સન્માન યોજાયા હતા.
સમારંભમાં અધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી એસ.આર.ઓઝા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જે.એન.દેસાઇએ નિવૃત્ત થયેલ કર્મચારીઓને શાલ-શ્રીફળ આપી તેમની કામગીરી બીરદાવી તેમના ભાવી જીવનની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે તલાટી મંડળના પ્રમુખ જલાભાઇ નાડોદા, મંત્રી જયંતભિાઇ પટેલ, તલાટી મિત્રો, કર્મચારીઓ શંખેશ્ર્વર કોલેજને પ્રો.દિનેશ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કર્મીઓનો પગાર ચૂકવતાં આધાર કાર્ડ સેન્ટરો શરૂ થયા
પાટણ& પાટણ જિલ્લામાં આધારકાર્ડ નોંધણી માટે શરૂ કરાયેલા ૩૩ સેન્ટરો પર આધારકાર્ડ નોંધણી એજન્સી ઇ-સેન્ટ્રીક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડે કર્મચારીઓનો પગાર કર્યો ન હોવાથી કર્મચારીઓએ સતત ત્રણ દિવસ કામગીરી બંધ કરી સેન્ટરો બંધ કરી દીધા હતા. બાદમાં એજન્સીએ ઓપરેટર્સ અને સુપરવાઇરઝર સહિતના કર્મચારીઓના બાકી પગાર પૈકી એક માસના પગારનું ચૂકવણું કરી દેતાં તા.૪ જુલાઇથી જિલ્લાના તમામ સેન્ટરો પુન: શરૂ થઇ ગયા છે અને તેના આધારકાર્ડ નોંધણીની કામગીરી શરૂ થઇ ગઇ છે. જેથી જિલ્લાના રહેવાસીઓ જરૂરી આધાર-પુરાવા રજૂ કરીને નજીકના નોંધણી કેન્દ્રો પરથી આધારકાર્ડ નોંધણી કરાવી શકશે તેવું નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવ્યું હતું.
હેમ. ઉ ગુજરાત યુનિ. દ્વારા જાહેર કરાયેલા પરિણામો
પાટણ& હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-જૂન ૨૦૧૩માં લેવાયેલ વિવિધ પરીક્ષાના પરિણામો જાહેર કરાયા હતા જેમાં ઊગ્ચ્tો ીeૂચ્ ઊૌખ્eૂચ્tજ (ડૂૌખ્tૌખ્g) ૧૦૦%, ઇઈગ્ક ફeક-કહ ૮૩.૪૫% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેની ગુણ ચકાસણી અને પુન: મૂલ્યાંકનની અરજી તા.૧૯ જુલાઇ સુધી સ્વીકારવામાં આવશે. પરિણામ યુનિ.ની વેબસાઇટ પરથી જોઇ શકાશે તેવું પરીક્ષા નિયામક ડા‹.કે.એન.પટેલની યાદીમાં જણાવ્યું હતું.