તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શંખેશ્ર્વર પાસેથી શંકાસ્પદ ૪૦ કિલો ગાૈમાંસ પકડાયું

શંખેશ્ર્વર પાસેથી શંકાસ્પદ ૪૦ કિલો ગાૈમાંસ પકડાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડા‹કટર દ્વારા માંસાના નમૂના લઇ એફએસએલમાં મોકલાયા
ભાસ્કર ન્યૂઝ.શંખેશ્ર્વર
જિલ્લાના જૈનતિર્થ શંખેશ્ર્વર પાસેથી શંખેશ્ર્વર પોલીસના ચેકÃગ દરમિયાન એક વાહનમાંથી ત્રણ ઇસમો પાસેથી ૩ માંસના પોટલા મળી આવતા પોલીસે વાહન સહિત ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શંખેશ્ર્વર પોલીસ જેસડા ચોકડી પાસે શુક્રવારે બપોરે વાહન ચેકÃગ દરમિયાન રાધનપુરથી આવતી આઇસર ગાડી નં. જીજે-૧ એટી-૫૬૯૬ની તપાસ કરતા ગાડીની અંદર ત્રણ ઇસમો બેઠા હતા જેમની પાસે ત્રણ પોટલા હતા જે તપાસતા માંસ ભરેલું માલૂમ પડતા ગાડી સહિત ઇસમોને શંખેશ્ર્વર પોલીસ મથકે લાવ્યા હતા. જેઓની પૂછપરછ કરતા ત્રણેય ઇસમો સિચાઇ મુન્નાભાઇ યુસુભાઇ, સપિાઇ યયુબભાઇ કાસમભાઇ, સપિાઇ અકબરભાઇ ઇસુબભાઇ રહે. દશાડા, તા.પાટડીનું જણાવી રાધનપુરથી ૪૦ કિલો રૂ.૩૨૦૦નું માંસ દશાડા લઇ જઇ રહ્યા હતા તેવું જાણવા મળ્યું હતું.
પોલીસે આધાર પુરાવા વગરનું શંકાસ્પદ માંસ કબજે કરી ગાડીચાલક મહેમુદશાહ રહેમતખાં દિવાન રહે. ફાગળી, તા.પેટલાદ સહિત ત્રણ ઇસમોની અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્Ûો હતો અને ડા‹કટર દ્વારા માંસના નમૂના લઇ એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.