તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાધનપુરમાં છ કલાકમાં ૭.૫ ઇંચ વરસાદ

રાધનપુરમાં છ કલાકમાં ૭.૫ ઇંચ વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાધનપુર
રાધનપુરમાં ગુરૂવારે મેઘરાજાએ મનમૂકીને તાંડવ કર્યું હતું. સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધીમાં માત્ર છ કલાકમાં ૧૯૦ મીમી એટલે કે સાડા સાત ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જેના કારણે સમગ્ર શહેરમાં જયાં જૂઓ ત્યાં પાણી જ પાણી નજરે પડતું હતું. જ્યારે તાલુકાના સરકારપુરા ગામે વીસેક જેટલા મકાનોના પતરાં ઉડી ગયા હતા અને મોટા ઝાડ ધરાશાયી થઇ જવા પામ્યા હતા. જ્યારે વલ્લભનગર વિસ્તારમાં એક યુવાનનું વરસાદી પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું.
સરકારપુરામાં તબાહી
તાલુકાના સરકારપુરા ગામે ભારે વાવાઝોડાના કારણે વીસેક જેટલા મકાનોના પતરા ઉડી ગયા હતા અને અનેક નાના-મોટા ઝાડ ઘરાશાયી થઇ ગયા હતા ગામમાં સરપંચ શંકરભાઇ ધરમશીભાઇ પટેલના જણાવ્યા મુજબ બાલમંદિર ઉપર મોટી નિલગીરીનું ઝાડ પડતા મકાનને નુકસાન થયું હતું. આ ઉપરાંત સરકારપુરા રોડ પર ઉપર મોટા ઝાડ પડી જવાથી વાહનચાલકોને અવરજવરમાં અંતરાયો ઉભા થવા પામ્યો હતો.
વલ્લભનગરમાં પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત
રાધનપુર : રાધનપુરમાં શહેરમાં ગુરૂવારે પડેલા ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતાં જેમાં વલ્લભનગરમાં રહેતા અને થરાદ ખાતે એસટી વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો યુવાન ચંદુભાઇ સોમાભાઇ ભીલ (ઉ.વ.૪૦) નોકરીથી પરત ફરી રહ્યો હતો ત્યારે નાકા ઉપર ભરાયેલા કેડસમા પાણીમાં પગ લપસી પડતાં ડૂબી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયા બાદ પણ નાળુ સાફ ના થતાં પાણી ભરાઇ જવાને કારણે આ કમનસીબ ઘટના બની હતી જ્યારે વજિતંત્ર દ્વારા નવ કલાક સુધી વજિ પુરવઠો બંધ કરી દેવાતા અંધારાને કારણે યુવાનને કોઇ જોઇના શકતાં તે કલાક સુધી પાણીમાં પડી રહેવાથી મોત થયું હતું.
ભણસાલી ટ્રસ્ટમાં ઝાડ ધરાશયી
ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ભણસાલી ટ્રસ્ટમાં ત્રણ મોટા ઝાડ ધરાશાયી થઇ જવા પામ્યા હતા જોકે કોઇ જાનહાનીના સમાચાર નથી. રવિધામમાં પાણી ભરાઇ જતાં રહીશો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જ્યારે શારદા સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પંથકમાં બપોરે બાદ ઘનઘોર વાદળોથી આકાશ છવાયા બાદ ચાર વાગે જોરદાર પવનના સૂસવાટા અને વજિળીના ચમકારા સાથે મેઘરાજાએ પોતાનું રાૈદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે બજારોમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. છ વાગે પંદર મિનિટનો વિરામ લીધા બાદ મેઘરાજા ફરીથી ત્રાટકયા હતા અને રાત્રે દસ વાગ્યા સુધી અનરાધાર વરસાદ ખાબકયો હતો અને છ કલાકમાં તો સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડયો હતો.