• Gujarati News
  • નિયત રકમ ભરીને ‘કાર તમે વસાવો અને હપ્તા અમે ભરીશું’ જેવી સ્કીમ બતાવીને બે પરપ્રાંતિય અને બે સ્થા

નિયત રકમ ભરીને ‘કાર તમે વસાવો અને હપ્તા અમે ભરીશું’ જેવી સ્કીમ બતાવીને બે પરપ્રાંતિય અને બે સ્થાનિક ઇસમની આણંદ-નડિયાદ જિલ્લાના લોકો સાથે છેતરિંપડી કાર શો યોજી ૧૨૭૧ લોકો સાથે ૨.૪૯ કરોડની ઠગાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
નડિયાદ - ડાકોર રોડ પરની એક હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં ૪ ઈસમે કાર શોનું આયોજન કરી કુલ ૧૨૭૧ સભ્યોને જુદી જુદી સ્કીમમાં જોડાવાની લાલચ આપી કુલ રૂ. ૨,૪૯,૬૫.૦૦૦ની છેતરપિંડી કરતાં નગરમાં ભારે ચકચાર મચી છે.
રાજસ્થાનના ઉદેપુરમાં આવેલાં ૧૯૩, ઉધ્ધવપુરી ભવન ખાતે રહેતા મહેન્દ્ર યોગેન્દ્રપ્રસાદ કેસરી, હેમલત્તાબહેન મહેન્દ્રભાઈ કેસરી દેશભરમાં કાર શો યોજીને સરળ રસ્તે વાહન માલિક બનવાની સ્કીમનો પ્રચાર અને પ્રસાર કરતાં હતા. તેઓએ નડિયાદના દર્શનભાઈ પ્રફુલ્લભાઈ કવિ(રહે.એ-૪, શિવમ એવન્યુ, સંતરામ ડેરી રોડ, નડિયાદ) તથા મહેન્દ્રભાઈ વિôલભાઈ પટેલ(રહે.પટવાપોળ, લખાવાડ, નડિયાદ)ના માધ્યમથી ગત ૭મી ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ નડિયાદના સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં કાર ફ્રી ડીલર કંપનીનાં નામથી કાર શોનું આયોજન કયું હતું. કાર શોમાં ફોચ્યુંન કંપનીની ગાડી મૂકી ગ્રાહકોને જુદી જુદી હપ્તાની સ્કીમમાં જોડાવવાની લાલચ આપી હતી. આ ઈસમોએ ખેડા તેમ જ આણંદ જિલ્લાનાં જુદાં જુદાં શહેરી તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં એજન્ટ ઊભાં કરી જુદી જુદી હપ્તાની સ્કીમમાં એકવાર નિયત રકમનું રોકાણ કરીને મફત કાર સહિત અન્ય લાભ મળશે, જેવી લોભામણી લાલચો આપી હતી. તેઓ દરેક સભ્ય પાસેથી રૂ. ૨૦ હજાર ઉઘરાવતાં હતાં અને ચેક આપતાં હતાં. ત્રણ માસ બાદ દરેક સભ્યને રૂ. ૧૦ હજાર તથા પેટ્રોલ એલાઉન્સ પેટે રૂ. ૭૦૦ લેખે આપવાનું વચન આપ્યું હતું. ખેડા જિલ્લામાંથી કુલ ૧૨૭૧ સભ્યોએ નાણાં રોકયા હતા. દરમિયાન ચારેય લોકો ભૂગર્ભમાં ઊતરી જતાં સભ્યોને છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડયું હતું. મોંઘરોલીના મોતીસિંહ ભીમસિંહ ચૌહાણે શહેર પશ્ચિમ પોલીસ મથકે શુક્રવારે મહેન્દ્ર કેસરી, હેમલત્તા કેસરી, દર્શનભાઈ કવિ તથા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેકટર ડી. આર. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા - આણંદ જિલ્લામાં એજન્ટ અને તેમણે બનાવેલાં સભ્યની સંખ્યા
મોતીસિંહ ભીમસિંહ ચૌહાણ(રહે.મોંઘરોલી : ૧૫૮ સભ્યો),મનીષભાઈ કિર્તીભાઈ શાહ(રહે.લીંબાસી : ૫૨ સભ્યો), નરેન્દ્રભાઈ અરવિંદભાઈ ભાવસાર(રહે.નડિયાદ, ૩૮ સભ્યો), જેનેટબેન ભગવાનભાઈ રબારી(રહે.ખેડા, ૨૮ સભ્યો), ભ્úગેશ લાલજીભાઈ પટેલ (રહે.લવાલ, ૩૨ સભ્યો), પરેશભાઈ ગોવિંદભાઈ બારોટ (રહે.વડોદરા, ૨૭ સભ્યો), અશોકભાઈ ધુળાભાઈ પરમાર(રહે.માતર, ૧૪ સભ્યો), વિનોદભાઈ નરેન્દ્રભાઈ સુથાર(રહે.લીંબાસી, ૨૯ સભ્યો), રમેશભાઈ પૂનમભાઈ શમૉ(રહે.તારાપુર, ૨૮ સભ્યો), અનીલભાઈ રમેશભાઈ શાહ(રહે.લીંબાસી, ૮ સભ્યો), ગનીમહંમદ નૂરમહંમદ વ્હોરા(રહે.આણંદ, ૨૬ સભ્યો), ગીતાબેન પ્રાણસુખભાઈ કંસારા (રહે.નડિયાદ, ૩ સભ્યો), હેમાંગભાઈ જગદીશભાઈ ધોબી (રહે.સોજીત્રા, ૧૦૭ સભ્યો), વિનુભાઈ ભાઈલાલભાઈ પટેલ(રહે.અલીણા, ૧૭ સભ્યો), રવિન્દ્રભાઈ જશભાઈ પારેખ (રહે.નડિયાદ, ૪૯૩ સભ્યો), જયપાલ રાજ પુરોહિત (રહે.નડિયાદ, ૧૪ સભ્યો), સ્મીતાબેન નિતીનભાઈ સોની (રહે.ડભાણ, ૧૩ સભ્યો), હરેન્દ્રભાઈ જશવંતભાઈ વાઘેલા (રહે. વારસંગ, ૧૪ સભ્યો), મુન્નાલાલ સવિતાબેન (રહે.નડિયાદ, ૨૮ સભ્યો), ઉદેસિંહ ડાહ્યાભાઈ રાઠોડ (રહે.ખંભાલી, ૪ સભ્યો), કનુભાઈ ફુલાભાઈ રબારી (રહે.નડિયાદ, ૫૯ સભ્યો)નો સમાવેશ થાય છે.થ્
મહેન્દ્ર કેસરીની મોડસઓપરેન્ડિ શું હતી?
કાર ફ્રી ડીલર કંપનીના એમડી મહેન્દ્ર કેસરી ભારતના જુદાં જુદાં શહેરોમાં કાર શોનું આયોજન કરતો હતો. તે ગ્રાહકો માટે ઈવેન્ટ કરીને લલચાવતો હતો. ત્યારબાદ આકર્ષક બ્રોસરમાં મુકેલી અનેક સ્કીમની સમજણ પાડતો હતો. રૂ. ૧૬ હજારના પ્રોજેકટ સામે ઉદેપુરનું પેકેજ તથા ગાડીના હપ્તા ભરવા માટે ૨૬ માસ સુધી રૂ. ૧૦ હજાર તથા ૪૦ માસ સુધી પેટ્રોલ એલાઉન્સના રૂ. ૭૦૦ પોસ્ટ ડેટેડ ચેકથી આપવાનું જણાવતો હતો, જેથી ગ્રાહકો તેની સ્કીમમાં આકષૉયા હતા અને તેની છેતરપિંડીનો ભોગ બન્યાં હતાં.
છેતરિંપડીના ખેલની સઘન તપાસ કરાશે
નડિયાદ સહિત ખેડા - આણંદ જિલ્લામાં ૪ જેટલી જુદી જુદી સ્કીમ મૂકીને છેતરપિંડી વર્ષ ૨૦૧૨ દરમિયાન કરવામાં આવી હતી. રૂ. ૨૦ હજાર એકવાર ભરો તો રૂ.૭૦૦ લેખે ૪૦ હપ્તા પેટ્રોલ પેટે મેળવો, તેમ જ કારની સ્કીમમાં એકવાર તમે રકમ ભરો બાકીના હપ્તા કંપની ભરશે જેવી સ્કીમથી છેતરિંપડી આચરાઈ છે. હાલમાં ફરિયાદ લઈ તમામ સભ્યોના નિવેદન લેવાશે.
-ડી.આર.પટેલ, પોલીસ ઈન્સ્પેકટર, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન.