તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દિલ્હી લઈ જવાતો ૧.૩૦ લાખનો કોલસો બિબ્બર પાસે પકડાયો

દિલ્હી લઈ જવાતો ૧.૩૦ લાખનો કોલસો બિબ્બર પાસે પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ કચ્છમાં લખપત અને અબડાસા તાલુકામાં જેમ ગેરકાયદે કોલસાનો કાળ ધંધો પ્રકાશમાં આવી ચૂકયો છે એમ હવે નખત્રાણા વિસ્તારમાં પણ જામી રહેલો કાળો કારોબાર ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. બિબ્બર પાસે રૂ.૧.૩૦ લાખનો ગેરકાયદે કોલસો પકડાતાં આ હકીકતને પુિષ્ટ મળી રહી છે.
કોલસાનો માતબર જથ્થોે ભરેલું એક વિશાળ ટ્રેઇલર ગુરુવારે મોડી રાત્રે કોલસાની ૬૫૦ બોરી ભરીને દિલ્હી જવા રવાના થતું હતું, ત્યારે પકડાઈ ગયું હતું. એલસીબીએ આ ગાડી સાથે રાજસ્થાની શખ્સને પણ
પકડી પાડÛો હતો.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના આભારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, બિબ્બર પાસે ગુરુવારે મોડી રાત્રે રાજસ્થાન પાસિંગના ટ્રેઇલરને પકડી પાડવામાં આવ્યું હતું. તેની તપાસ કરવામાં આવતાં એમાં ૬૫૦ બોરી કોલસાનો માલ ભરેલો હતો.
આ કોલસાનો જથ્થો બિબ્બર પાસેના જંગલખાતાના વિસ્તારમાંથી મેળવાયો હોવાનું ડ્રાઇવર આસફિ આરફિ બેગ(૩૦)એ કબૂલ્યું હતું. જોકે, તેની પાસે કોલસો લઈ જવાના કોઇ આધાર મળી ન આવતાં તેને શક પડતાં મુદ્દામાલ તરીકે કબજે કરીને તેની અટકાયત કરવામાં આવી હતી. રૂ.૧.૩૦ લાખના કોલસા સાથે ટ્રેઇલર જપ્ત કરીને આગળની તપાસ નખત્રાણા પોલીસને સોંપવામાં આવી હતી.
કોલસાનો આ માતબર જથ્થો દિલ્હી લઈ જવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. એલસીબીના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ અને ડ્રાઇવર દીપુભા સોઢાએ કાર્યવાહી કરી હતી. આ પ્રકરણથી નખત્રાણા પંથકમાં પણ મોટાપાયે ગેરકાયદે કોલસાની હેરાફેરી થતી હોવાનું સામે આવી રહ્યું છે.