તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંડલામાં પ્રથમવાર જિલ્લા કલેકટરની મુલાકાત

માંડલામાં પ્રથમવાર જિલ્લા કલેકટરની મુલાકાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.થરા
કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં બનાસકાંઠાના જિલ્લા કલેકટર જે.જી.હગિરાજીયાએ મુલાકાત લઇ ગામ લોકોને વિવિધ સરકારી માહિતી આપી, રેકર્ડ ચકાસણી કરી પ્રશ્રો સાંભળ્યા હતા. છેવાડાના માંડલા ગામની મુલાકાતે આવેલા આ સૌ પ્રથમ કલેકટર છે. કલેકટરની સૌપ્રથમ મુલાકાતથી ગામ લોકો ખૂબ જ ખુશ થયા હતા અને સૌએ તેમનું સ્વાગત કર્યું હતું. ગામ લોકોએ ગામ ગટરના પ્રશ્રની રજુઆત કરી હતી. કલેકટરે નરેગાના કામમાંથી આ કામ હલ કરી શકાય છે તેમણે ટપક સિંચાઇ પðતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.