• Gujarati News
  • ડીસામાં રથયાત્રાને લઇ સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું

ડીસામાં રથયાત્રાને લઇ સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધારાનો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસા શહેરમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ ðારા સઘન પેટ્રોલીંગ અને નાઇટ કોમ્બીંગ હાથ ધરાયું છે. રથયાત્રાને લઇ શહેરમાં વિશેષ બંદોબસ્ત ફાળવવામાં આવશે.
ડીસા શહેરમાં શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ ðારા અષાઢી બીજે નીકળનારી જગન્નાથ ભગવાનની ૧૫મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સેવા સમિતિ ðારા વિવિધ આયોજનો હાથ ધરાઇ રહ્યા છે. ત્યારે રથયાત્રા શાંતપિૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ ðારા પણ સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું છે. રથયાત્રાને લઇ ડીસા શહેર દક્ષીણ અને ઉત્તર પોલીસ મથક ðારા વાહનોનું સઘન ચેકÃગ, નાકાબંદી, નાઇટ કોમ્બીંગ, જાહેર સ્થળો તેમજ ભીડભાડવાળી જગ્યાએ સ્પેશ્યલ પોઇન્ટ, શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ સહિતના પગલાં હાથ ધરાયા છે.
રાત્રિના સમય દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીંગ તેમજ મોડી રાત્રે અવર-જવર કરતી વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘રથયાત્રાના દિવસે ડીસા શહેર ઉપરાંત તાલુકા, ભીલડી, આગથળા, ગઢ સહિતના પોલીસ મથકોનો સ્ટાફ સહિત પોલીસનો વધારાનો બંદોબસ્ત ફાળવવામાં આવશે.’