તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડીસા તા. પંચાયત કારોબારી સમિતિ રચાઇ

ડીસા તા. પંચાયત કારોબારી સમિતિ રચાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારોબારી ચેરમેન તરીકે જોઇતાભાઇ પટેલની વરણી
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસા તાલુકા પંચાયત વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી આંચકી ભાજપે સત્તા મેળવ્યા બાદ શુક્રવારે સમિતિઓની રચનાનો પ્રારંભ કરતાં સૌપ્રથમ કારોબારી સમિતિની રચના કરાતાં સવૉનુમતે જોઇતાભાઇ પટેલની ચેરમેન તરીકે નિયુિકત કરાઇ હતી.
ડીસા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવ્યા બાદ ઘણાં સમયથી પેન્ડીંગ પડી રહેલા સમિતિઓના મુદ્દે કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં શુક્રવારે તાલુકા પંચાયતના સભાખંડમાં નાયબ ટી.ડી.ઓ. જે.એચ.શિરોયાની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિની ચેરમેન અંગેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ ગિરીશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને એજન્ડાની કામગીરી શરૂ કરાતાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ માધુભાઇ રાણાએ મેન્ડેટ રજુ કર્યું હતું. જેમાં ચેરમેન તરીકે બુરાલ બેઠકના સદસ્ય જોઇતાભાઇ ધુડાભાઇ પટેલ (તાલેગઢ)નું નામ રજુ કરાતાં સવૉનુમતે ચેરમેન તરીકે વરણી કરાઇ હતી.