તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તાજપુરામાં ગૌૈચરની જમીન પચાવવા ચેકડેમ તોડી નાખ્યો

તાજપુરામાં ગૌૈચરની જમીન પચાવવા ચેકડેમ તોડી નાખ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ પંચાયતના સરપંચે સરકારી મિલકતનું નુકશાન થતાં પોલીસ અને તંત્રને જાણ કરી
ભાસ્કર ન્યૂઝ.વડગામ
વડગામ તાલુકાના નઝિામપુરા ગૃપ ગ્રામ પંચાયતના તાબામાં આવતા તાજપુરા ગામમાં સરવે નંબર ૬૫માં ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીનમાં પાંચ માસ અગાઉ મનરેગા યોજના હેઠળ ચેકડેમ બનાવાયો હતો. પરંતુ ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતી કરવાની લાલસામાં કેટલાક શખ્સોએ આ ચેકડેમ તોડી પાડતાં ગ્રામ પંચાયતના સરપંચે તાલુકા પંચાયત અને વડગામ પોલીસ મથકે કાર્યવાહી માટે લેખિત રજુઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
તાલુકાના નઝિામપુરા ગ્રામ પંચાયતના તાબામાં તાજપુરા ગામમાં સરવે નંબર ૬૫માં ગૌૈચરની જમીન આવેલી છે. જે પૈકીની જમીન ઉપર કેટલાક શખ્સોનો ડોળો મંડાયો છે. ગ્રામ પંચાયત દ્વારા આ સરવે નંબર ૬૫માં પાંચ માસ અગાઉજ મનરેગા યોજનામાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. જે ચેકડેમ તાજપુરાના કેટલાક શખ્સોએ તોડી પાડÛો છે. તેમ જ તે સ્થળે ઉભેલા વૃક્ષોનું પણ નકિંદન કાઢી નાખવામાં આવ્યું છે. અને ચેકડેમની આજુબાજુમાં ખેતરો બનાવી દેવાયા છે. આ અંગે નઝિામપુરા ગ્રામ પંચાયતના સરપંચ લાલજી ધીરાજી ઠાકોરે વડગામ તાલુકા પંચાયત અને વડગામ પોલીસ મથકે ચેકડેમ તોડી પાડનાર શખ્સો સામે કાર્યવાહી કરવા રજુઆત કરી છે.