તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નીતા મકવાણા આત્મહત્યા પ્રકરણમાં યોગ્ય તપાસ કરવા સાંસદની રજૂઆત

નીતા મકવાણા આત્મહત્યા પ્રકરણમાં યોગ્ય તપાસ કરવા સાંસદની રજૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કસૂરવારરોને કડક સજા કરવા ડીવાયએસપીની મુલાકત લીધી
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
સમગ્ર પંથકમાં ચકચાર મચાવનાર નીતામકવાણા મોત પ્રકરણમાં કસૂરવારોને કડક સજા થાય અને તેના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ સાથે સાંસદ ડા¸.મહેન્દ્રસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને ભાજપા અગ્રણીઓના પ્રતિનિધિ મંડળે શુક્રવારે મોડાસા ખાતે ડીવાયએસપીની મુલાકાત લીધી હતી.
આ ઘટનામાં કસૂરવાર તમામ સામે કોઈપણ જાતના દબાણ કે શેહશરમ વિના સઘન તપાસ હાથ ધરાય અને પોલીસ અધિકારીની મંજુરી વગર આરોપી જયદીપ રાઠોડ,કવાર્ટર ઉપર ગેરકાયદે ગોંધી રાખનાર જમાદાર અને તેના મળતીયાઓને કડક સજા થાય તેવી માંગ સાથે મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા રજુઆત કરાઈ હતી.
આ પ્રસંગે તાલુકા ભાજપા પ્રમુખ શિવસિંહ ભીમાવત, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મહેન્દ્રસિંહજી રાજપુરોહિત, જિલ્લા પંચાયતના સુરેશભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ આર.પી.પટેલ, પૂર્વ ચેરમેન વસંતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિભાગીય પોલીસ વડા કે.બી.ઝાલાએ ગુનામાં સંડોવાયેલા જમાદાર સહિત તમામ આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.