• Gujarati News
  • વેસ્મા નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતા બે યુવાનના મોત

વેસ્મા નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતા બે યુવાનના મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઈવે નં. ૮ ઉપર વેસ્મા ગામ નજીક પૂરપાટ ઝડપે ધસી જતી કારના ચાલકે બાઈકને અડફેટે લેતા તેના ઉપર સવાર ત્રણ પૈકી બેના ગંભીર ઈજાને કારણે મોત નપિજયા છે. જ્યારે ૧૨ વર્ષના છોકરાનો ચમત્કારિક બચાવ થયો છે. ગ્રામ્ય પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
સુરતના કતારગામની કંકેશ્ર્વર સોસાયટીના રહીશ અને મૂળ અમદાવાદના બરવાડા તાલુકાના જાલીયાના કલ્પેશભાઈ નાવડીયા (૩૪) તેમના પિતા ત્રિકમ નાવડીયા, મિત્ર વજિય ધરમસિંહ નારોડા સાથે તેમની િસ્વફટ કાર (નં. જીજે-૫-સીઆર-૯૦૧૮)માં બેસી સુરતથી બપોરે નવસારી ધંધાના કામ અર્થે આવવા નીકળ્યા હતા. સુરતથી કડોદરા થઈ ને.હા.નં. ૮ ઉપર અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર વેસ્મા નજીક હોટલ લબિર્ટી સામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન એક બાઈક (નં. જીજે-૪-બીજે-૫૮૫૧) ધસી આવતા િસ્વફટ કારના ચાલકે બાઈકને અડફેટે લીધા હતા.
જેના કારણે બાઈક ઉપર સવાર પલસાણાના પ્રકાશભાઈ રમેશભાઈ વાઘેલા (૨૮, મુળ રહે. ભાવનગર) તથા હિરેન યાદવ (ઉ.વ ૨૪), મનોજ પંડિત (ઉ.વ. ૧૨) ત્રણેય બાઈક ઉપરથી ફંગોળાઈ ગયા હતા. તેઓ રોડ ઉપર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રકાશ વાઘેલાનું મોત નપિજયું હતું. જ્યારે હિરેન યાદવ તથા મનોજ પંડિતને વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં હિરેન યાદવનું પણ સારવાર દરમિયાન મોત નપિજયું હતું. જ્યારે ૧૨ વર્ષીય મનોજ પંડિત સુરત સિવિલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની કારચાલક કલ્પેશભાઈ નાવડીયાએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે જ ગુનો નોંધી તપાસ જમાદાર અરવિંદભાઈએ હાથ ધરી છે.