તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇડરમાંથી કિશોર ગુમ થતાં ચકચાર

ઇડરમાંથી કિશોર ગુમ થતાં ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .ઈડર
ઇડરના ગોદી રોડ પર રહેતો એક યુવાન બુધવારે ગુમ થતાં તેના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પરંતુ કોઇ પત્તો ન મળતાં કિશોરના પિતાએ ગુરૂવારે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વગિત મુજબ તાલુકાના ગોદી રોડ વિસ્તારમાં રહેતા રાજુસિંગ રામસિંગ બાવળીનો પુત્ર અર્જુન (ઉ.વ.૧૪) બુધવારે પોતાના ઘરેથી રમવા જવાનું કહી નીકળ્યો હતો. જે રાત સુધી પરત ન ફરતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ પત્તો ન મળતા કિશોરના પિતાએ ગુરૂવારે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
કોલવડા દૂધ મંડળીના ચેરમેન બિનહરીફ વરાયા
મોડાસા : મોડાસા તાલુકાની કોલવડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલ સામાન્ય સભામાં મંડળીના ચેરમેન પદે જીતેન્દ્રભાઇ મગનભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે જશુભાઇ વી.ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ. વરણીને લઈ ઉપસ્થિત સભાસદોમાં આનંદની લાગણી છવાઇ હતી. બંને હોર્દેદારોની વરણીને ગ્રામજનોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
ટેકનોલોજી ફેરમાં આર્ડેકતા કોલેજ ઝળકી
ખેડબ્રહ્ના & પુના ખાતે આયોજીત નેશનલ ફેર ડીઆઇપીઇ ૨૦૧૩ અંતર્ગત ખેડબ્રહ્નાની આર્ડેકતા એન્જિનિયરિંગ કોલેજના ડાયરેકટર રાહુલ પટેલ, સંદીપ કણજારીયા, દોલતસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડિગ્રી તથા ડપિ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જય પટેલ, વિશાલ પટેલ, લવ પટેલ, આશિષ પંડયા, પ્રતિક ગજજર અને યોગીન સોલંકીની ટીમ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રોજેકટ પીક એન્ડ પ્લેસ રોબોટ વીથ કલર સેન્સરની પસંદગી થતા જિલ્લો ગાૈરવાિન્વત થયો છે. આર્ડેકતા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ સંસ્થા પ્રમુખ આર.ડી.પટેલે સમગ્ર ટેકનીકલ રીસર્ચ ટીમને બિરદાવી હતી.
હિઁમતનગરમાં સ્નેહસંમેલન યોજાયું
હિઁમતનગર & હિઁમતનગરના સહકાર હોલ ખાતે ગુરૂવારે જિલ્લા મજદૂર સંઘ, આંગણવાડી કર્મચારી સંઘ અને આરોગ્ય કર્મચારી સંઘનું સ્નેહમિલન અને બાળ વિકાસ અને મહિલા કલ્યાણ વિભાગના મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયુ હતું.આ સંમેલનમાં વિવિધ સંગઠનોને અનુરોધ કરી જણાવાયુ હતું કે કૂપોષણના કલંકને દૂર કરવા માટે દરેકે ખભેખભા મિલાવી કામ કરવું પડશે. તેમજ શ્રમિકોના પ્ર®નોને વાચા આપતા જણાવાયુ હતું કે તેમના હિતને લક્ષ્માં રાખી તેમના ઉત્થાન માટે મદદરૂપ બનવા જણાવાયુ હતું. આ પ્રસંગે સાંસદ ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણે કૂપોષણના સરકારના કાર્યક્રમમાં જાગૃત રહી શુ મદદ થઇ શકે તે વિશે માહિતી આપી હતી. ઉપરાંત જિ.પંચાયતના પ્રમુખ હેમલતાબેન પટેલે પણ કૂપોષણને દૂર કરવા સહયોગ આપવાની હૈયાધારણ આપી હતી.