• Gujarati News
  • ભુજની સરકારી હોસ્પિ.બની ખાનગી

ભુજની સરકારી હોસ્પિ.બની ખાનગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂકંપ બાદ ભુજમાં ૧૩૦ કરોડના ખર્ચે નવનિમૉણ પામેલી જી.કે. જનરલ હોસ્પિટલ શુક્રવારે અદાણીને સોંપી દેવાતાં તેના પરનું સરકારી લેબલ હટી જતાં હવે આ હોસ્પિટલમાં ખાનગી ધોરણે સરકાર સાથે થયેલા કરારો મુજબ દર્દીઓને સારવાર અપાશે.
સિવિલ સર્જનની કચેરીમાં યોજાયેલા એક આૈપચારિક કાર્યક્રમમાં એસ.ડી.એમ. આનંદ પટેલ અને મામલતદાર પ્રદીપસિંહ ઝણકાતની સમક્ષ સિવિલ સર્જન ડો.જિજ્ઞાબેન દવે અને અદાણી મેડિકલ કોલેજના ડીન કેસરીએ કરારનામા પર સહી-સિક્કા કરી હસ્તાંતરણની પ્રક્રિયા આટોપતાં હવે આ સરકારી હોસ્પિટલ ખાનગી બની હતી.
હસ્તાંતરણની વિધિ આટોપાયા બાદ અદાણીના ચીફ એડમિનસ્ટિ્રેટિવ ઓફિસર મયૂર રાવલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ત્રણ તબક્કામાં થનારાં કામોની સમીક્ષા માટે એકાદ સપ્તાહમાં એક્ઝિકયુટિવ કમિટીની બેઠક મળશે, જેમાં સુચારુ સંચાલન અને સુવિધા વિશેનું આયોજન ઘડી કઢાશે. દર્દીઓની સાર-સંભાળને અગ્રીમતા અપાશે તેમજ હોસ્પિટલના તમામ વિભાગોને સુવ્યવસ્થિત કરવાનું અમારું પ્રથમ ધ્યેય રહેશે.