તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાંઠા વિસ્તારમાં હજુ દીપડાના બચ્ચા હોવાની શકયતા

કાંઠા વિસ્તારમાં હજુ દીપડાના બચ્ચા હોવાની શકયતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના કાંઠા વિસ્તારમાં આવેલા આટ ગામે દીપડો તો પાંજરે પુરાયો પરંતુ કાંઠા વિસ્તારમાં દીપડાના બચ્ચા પણ જોવા મળ્યા હોઈ હજુ દીપડી તથા બચ્ચા હોવાની શકયતાથી ઈન્કાર થઈ શકે એમ નથી.
નવસારીના કાંઠા વિસ્તારમાં આવેલા આટ ગામના રૂપન તળાવ વિસ્તારમાં દીપડાએ પાલતુ પશુઓનો શિકાર કરતા ત્યાં વન વિભાગે પાંજરુ મુકયું હતું. આ પાંજરામાં ગુરુવારે જ દીપડો પુરાઈ ગયો હતો અને દહેશતમાં રહેતા પશુપાલકો તથા સામાન્યજનોને હાશ થઈ હતી. જોકે હજુ કોઈ જ દીપડો કાંઠા વિસ્તારમાં ન હોઈ તેવું ચોક્કસપણે કહીં શકાય એમ નથી.
મળતી માહિતી મુજબ કાંઠા વિસ્તારના ગામોમાં કેટલાક લોકોએ દીપડાના બચ્ચાને પણ છેલ્લા ૧૦ મહિના દરમિયાન જોયા છે. બોદાલીથી પેથાણ જતા માર્ગ ઉપરથી છોકરાઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ દીપડાના બચ્ચાને જોતા ભયભીત થઈ ગયા હતા.
કૃષિ યુનિવર્સિટી નજીકના વિસ્તારમાં પણ દીપડાના બચ્ચાના પગલાં દેખાયાનું કહેવાય છે. બચ્ચા હોય તો તેની સાથે દીપડી પણ હોય એવું કહી શકાય ! બીજુ કે બચ્ચા દેખાયા બાદ નજીકના વિસ્તારમાં મૃત હાલતમાં મળ્યાનું પણ જણાયું નથી. આમ કાંઠા વિસ્તારમાં દીપડા સાથે તેના બચ્ચા હજુ ક્યાંક હોઈ શકે છે. જોકે આ બાબતે ત્યારે પ્úિષ્ટ થઈ શકે જ્યારે નજીકના દિવસોમાં તેના પગલાં દેખાય !