• Gujarati News
  • શિક્ષિકાને અશિ્લલ મેસેજ મોકલી ધમકી આપનારા પૂર્વ પતિની ધરપકડ

શિક્ષિકાને અશિ્લલ મેસેજ મોકલી ધમકી આપનારા પૂર્વ પતિની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિઁમતનગરના આગીયોલની યુવતીએ વીરાવાડાના શખ્સ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ છુટાછેડા લીધા હતા : યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
ભાસ્કર ન્યૂઝ : હિઁમતનગર
હિઁમતનગર પાસે આવેલા આગીયોલ ગામે રહેતી અને ખેડબ્રહ્નાની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને પૂર્વે પતિએ મોબાઇલ પર ખોટી ધમકીઓ આપી પરેશાન કરી અશિ્લલ મેસેજ કરતાં ચકચાર મચી ગઈ છે.જોકે શખ્સે શિક્ષિકાના પ્રિન્સીપાલ અને તેણીના પરિવારજનોને ધમકી આપતાં યુવતીએ આખરે હિઁમતનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ એસઓજીએ ગુરૂવારે તેની અટકાયત કરી હતી.
આગીયોલ ગામે રહેતી યુવતીએ ગત તા.૫/૯/૧૧ ના રોજ વીરાવાડાના કંટેશભાઇ હાથીભાઇ પટેલ નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે બે માસ બાદ પ્રેમી યુગલ પરત આવ્યુ હતું અને છુટાછેડા લીધા હતા.ત્યારબાદ યુવતી તેના માતા-પિતા સાથે રહી ખેડબ્રહ્નાની એક સ્કૂલમાં નોકરી કરે છે.
દરમિયાન આ શખ્સે અન્ય શખ્સની મદદ લઇ યુવતીના મોબાઇલ પર અવારનવાર ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.ઉપરાંત શિક્ષિકાના પ્રિન્સીપાલના મોબાઇલ પર પણ બભિત્સ મેસેજ મોકલી નોકરીમાંથી કાઢી મૂકવા ધમકી આપે છે. એટલુ જ નહિ પણ અન્ય કેટલાક પરિચિત સ્નેહીજનોને મોબાઇલ પર મેસેજ મોકલી મારી નાખવાની ધમકી આપતો હતો. કાકા અને ફોઇ સહિત તેણીના પપ્પાને ફોન કરી યુવકે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે કંટાળીને યુવતીએ કંટેશકુમાર પટેલ વિરુદ્ધ થોડા દિવસ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ એસઓજીના પી.આઇ. બી.એલ.દેસાઇ અને તેમની ટીમે ગુરૂવારે અટકાયત કરી હતી.