તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિદ્ધપુરમાં ૧૫ મિનિટમાં ~ ૫ લાખની ચોરી

સિદ્ધપુરમાં ૧૫ મિનિટમાં ~ ૫ લાખની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીનો પરિવાર નિંદર માણી રહ્યો હતો અને તસ્કરો બંગ્લામાં ઘૂસી ગયા : સ્કોરપીયો ગાડી શંકાના દાયરામાં
ભાસ્કર ન્યૂઝ.સિદ્ધપુર
સિદ્ધપુરમાં વરસાદી વાતાવરણનો તસ્કરોએ પણ લાભ ઉઠાવ્યો હતો અને વહેલી સવારે મીઠી નીંદર માણી રહેલા પરિવારના ઘરનું તાળુ તોડી બેડરૂમની તજિોરીમાંથી રૂ.૫ લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ૧૫ મિનિટમાં તસ્કરો પલાયન થઇ જતાં આસપાસની સોસાયટીઓના રહીશો, પડોશીઓ સહિત પોલીસ પણ અચંબામાં પડી ગઇ હતી. આ બનાવના પગલે દોડી આવેલ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
સિદ્ધપુર હાઇવે પાસે આવેલી શક્તિનગર સોસાયટીમાં પંચોલી દિલીપકુમાર જયંતિલાલ બંગલા નં.૩૯માં રહે છે. જે દરરોજ સવારે શાકમાર્કેટના પોતાની દુકાને ધંધો કરવા જાય છે. આજ નિત્યક્રમ પ્રમાણે ૩-૩૦ કલાકે ઉઠીને ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારીને ચાવી ઘરની ઓસરીમાં મૂકીને દુકાને ગયા હતા જ્યારે તેમની પત્ની અને પુત્રી પ્રથમમાળે બેડરૂમમાં સૂતા હતા જેઓએ સવારે ઉઠીને નીચે આવતાં સામાન વેરણછેરણ પડ્યો હતો. જેથી દિલીપભાઇએ તાત્કાલિક ઘરે આવીને જોતા ઘરમાંથી દાગીના, રોકડ રકમ મળીને કુલ રૂ.૫ લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનું માલુમ
પડયું હતું.
મકાન માલિક દિલીપભાઇએ જણાવ્યું હતું કે, તસ્કરો જાણભેદુ હોવા જોઇએ જેઓને મારો અને મારા પડોશીઓના વહેલી સવારનો બહાર નીકળવાનો સમય ખબર હશે તેમજ ઘરના કિંમતી આભૂષણો કયા કબાટમાં રાખું છું તેની પણ જાણ છે તેમજ ઘરના સભ્યો ઉપર સૂઇ ગયા છે તેની પણ જાણ છે. જોકે બાજુના સ્ટોર રૂમમાં રાખેલ ૪૧ હજારની રોકડ રકમવાળો થેલો લેવાનું તસ્કરો ચૂકી ગયા છે જે બચી જવા પામ્યો છે.
ફીંગરપ્રિન્ટના આધારે તપાસ શરૂ
ફીંગરપ્રિન્ટ એક્સપર્ટ અને એફએસએલની ટીમની મદદથી સઘન તપાસ શરૂ કરી હોવાનું પીએસઆઇ બી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું. ઘટનાસ્થળેથી તસ્કરોના પગલાંના નશિાન સ્પષ્ટ મળી આવ્યા છે જેને લઇને જિલ્લાની એફએસએલના એચ.એસ.ઓતીયા અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડી.બી.પરમાર આવી પહોંચ્યા હતા અને જરૂરી સઘન તપાસ શરૂ કરી છે. ઘટના ૧૫થી ૨૦ મિનિટમાં જ બની હોવાનું પ્રાથમિક ર્દિષ્ટએ લાગી રહ્યું છે અને કોઇ જાણભેદુ આ ચોરી સાથે સંકળાયેલો હોય તેમ લાગી રહ્યું છે.
ચોરી કરેલ માલસમાનની યાદી
- સોનાની બંગડી નંગ-૪, ૬ તોલા રૂ.૧,૫૦,૦૦૦
- સોનાનું મંગલસૂત્ર-૧, ૧.૫૦ તોલા રૂ.૩૭,૫૦૦
- સોનાની વીંટી-૨, એક તોલો રૂ.૨૫,૦૦૦
- સોનાની ચૂંક -૨, અડધો તોલો રૂ.૧૨,૫૦૦
- સોનાનો દોરો તથા પેંડલ -૧ ,સોનાની વીંટી-૩,
૩ તોલા રૂ.૭૫,૦૦૦
- સોનાની બુટ્ટી-૨, એક દોરી તથા વીંટી-૩,
બે તોલા રૂ.૫૦,૦૦૦
- સોનાની વીંટી-૧ - રૂ.૨૫,૦૦૦
- ચાંદીના દાગિના, પરચૂરણ - ૧ કિલો, ઝાંઝરી,
૩ દોરા, ચાંદીના ૩ સિક્કા - રૂ.૪૦,૦૦૦
છેલ્લા ત્રણ દિવસથી સ્કોર્પીયો ગાડી આવતી હતી - પડોશીઓ
છેલ્લા બે-ત્રણ દિવસથી એક સ્કોર્પીયો ગાડી સોસાયટીમાં આવતી હતી જે રેકી કરતી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આજે ૪-૩૦ કલાકે દિલીપભાઇની ગાડી બહાર નીકળ્યા બાદ એક સ્કોર્પીયો ગાડી આવી હતી જેમાં દાઢીવાળો એક ઇસમ ડ્રાઇવર પાસે બેઠો હોવાનું દેખાયું હતું.