તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાધનપુરના નવા ભિલોટમાં કિશોરી પર બળાત્કારનો પ્રયાસ

રાધનપુરના નવા ભિલોટમાં કિશોરી પર બળાત્કારનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુર તાલુકાના નવા ભિલોટ ગામે એક શખ્સ દ્વારા ૧૩ વર્ષિય કિશોરીના માથાના વાળ ખેંચી ગાલ પરલાફા ઝીંકી બળાત્કાર કરવાની કોશિષ કરતાં પંથકમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.
નવા ભિલોટ ગામે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષિય કિશોરી મંગળવારે રાત્રે જમીને ઘરના આગળના વાડામાં સૂતી હતી તે સમય દરમિયાન આશરે રાત્રીના અગિયાર વાગ્યાના સુમારે તેના ખાટલાની બાજુમાં કોઇ શખ્સો આવી માથાના વાળ પકડી ખેંચતાં તેણીએ બૂમ પાડવાનો પ્રયાસ કરતાં ગાલ પર બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા. આ કિશોરીએ બૂમાબૂમ કરતાં બાજુમાંથી તેણીના માતા- પિતા દોડી આવતાં આ શખ્સ ભાગી ગયો હતો. જ્યારે આ શખ્સ ગામનો જ કુંભાભાઇ ભેમાભાઇ ઠાકોર હોવાનું જણાતાં અને બળાત્કાર કરવાના આશયથી આવ્યો હોવાનું જાણવા મળતાં કિશોરીએ સગાસબંધીઓ સાથે રાધનપુર પોલીસ સ્ટેશને આવીને એટ્રોસિટી એકટ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી.