તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધાનેરામાં ૧ ઇંચ વરસાદ ઠેર ઠેર પતરાં ઉડ્યા, બે ગાયોના કરંટ લાગતાં મોત, વૃક્ષો ધરાશયી

ધાનેરામાં ૧ ઇંચ વરસાદ ઠેર-ઠેર પતરાં ઉડ્યા, બે ગાયોના કરંટ લાગતાં મોત, વૃક્ષો ધરાશયી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા : ધાનેરામાં બુધવારની રાત્રે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ગામડાઓમાં ઠેર ઠેર ખેતરોમાં છાપરાઓ તેમજ પતરા ઉડી જવા પામ્યા હતા. જ્યારે વૃક્ષો પણ ધરાસાઇ થતાં તાલુકાભરમાં વીજ પુરવઠો ખોટવાયો હતો. જેથી વીજ કંપની દ્વારા વધુને વધુમાં ટીમો લગાવી તાલુકાભરમાં વીજ પુરવઠો ચાલુ કરવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જ્યારે બીજી તરફ ધાનેરા મામલતદાર દ્વારા ક્યાં ક્યાં નુકશાન થવા પામ્યું છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ધાનેરાની ડી.બી. પરેખ હાઇસ્કૂલ સામે ગત રાત્રે વરસાદી વાતાવરણમાં સ્ટ્રીટ લાઇટના થાંભલે વીજ કરંટ આવતાં બે ગાયોના મોત નપિજયા હતા. ઉલ્લેખનીય છે કે, આ વીજ થાંભલાની બાજુમાં જ હાઇસ્કૂલ હોવાથી જેમાં ૩૦૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી આ વાલીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.જે થાંભલાઓમાં વીજ કરંટ આવે છે તેની તપાસ કરી નિવારણ કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.તસવીર : રાજન ચૌધરી
ડીસામાં વાવાઝોડાથી ત્રણ થાંભલા અને બે વૃક્ષો ધરાશયી
ડીસા : ડીસા પંથકમાં બુધવારે મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદના કારણે ડીસા શહેરના સદર બજાર અને જુની જેલ વિસ્તારમાં ત્રણ વીજ થાંભલા અને બે વૃક્ષો ધરાશયી થતાં મોડી રાત્રે અફડા-તફડી મચી જવા પામી હતી. વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે ડીસા શહેરના જુની જેલ, સદર બજાર વિસ્તારમાં અચાનક તોતીંગ લીમડાના બે ઝાડ ધરાશયી થતાં ત્રણ વીજળીના થાંભલા પડી જતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઇ જવા પામ્યો હતો. વૃક્ષો અને વીજળીના થાંભલા પડવાના કારણે અફડા-તફડી સર્જાઇ હતી. આ અંગે તાત્કાલીક વીજ કંપનીને તેમજ પાલિકાને જાણ કરાતાં બંને ટીમો આવી પહોંચી હતી.